HomeGujaratમોરબીના શિવનગર (પંચાસર) રોડ પર બાઈક સ્લીપ થતાં વૃદ્ધનું મોત

મોરબીના શિવનગર (પંચાસર) રોડ પર બાઈક સ્લીપ થતાં વૃદ્ધનું મોત

મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા વાલજીભાઈ લવજીભાઈ રૂપાલા (ઉ.વ. 60)નું બાઈક અકસ્માતમાં મોત થયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વાલજીભાઈ ગઈકાલે  શિવનગર(પંચાસર) ગામ માંથી મોરબી તરફ બાઈક પર આવી રહ્યા હતા. દરમિયાન પંચાસર રોડ પર મામદેવના મંદિર નજીક કોઈ કારણોસર તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પરિવારજન જીતેન્દ્રભાઈ ધરમશીભાઈ રૂપાલા (રહે. ઉમા રેસિડેન્સી, પંચાસર રોડ, મોરબી)ની ફરિયાદના આધારે મોરબી એ-ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,580SubscribersSubscribe

TRENDING NOW