HomeGujaratમાળિયાના નાના દહિસરા નજીક ઓરડીમાંથી રૂ.66 હજારથી વધુનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

માળિયાના નાના દહિસરા નજીક ઓરડીમાંથી રૂ.66 હજારથી વધુનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

માળીયા (મીં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના દહીંસરા ગામે મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા પ્રોહિબિશન અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન રેલવે ફાટક સામે આવેલી એક ઓરડીમાંથી પોલીસે વિદેશી દારૂની 117 બોટલ મળી કુલ રૂ.66,105નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને ખાનગી રાહે માહિતી મળી હતી કે, વિજયભાઇ નારણભાઇ ચાવડા, રહે. શક્ત શનાળા, મોરબી તથા હરેશભાઇ નરશીભાઇ બારોટ, રહે. રાજકોટ, બંને ભાગીદારીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે.

આ મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે પીપળીયા ચાર રસ્તાથી નવલખી તરફ જતા માર્ગ પર નાના દહીંસરા રેલવે ફાટક સામે કાચા રસ્તા ઉપર આવેલા ડેલામાં દરોડો પાડ્યો હતો. અહીં સિમેન્ટના પતરાથી બનાવેલી ઓરડીમાં તપાસ કરતા વિદેશી દારૂની 117 બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ.66,105 હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી બંને શખ્સો વિરુદ્ધ માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW