રાજકોટ સિટીમાં દિવસે દિવસે અક્સ્માતની સંખ્યમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં ગોંડલ રોડ પર આવેલા પી.ડી. માલવીયા કૉલેજ પાસે રવિવારે હીટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં ક્રેટા કારના ચાલકે એક એક્ટિવા ચાલકને અડફેટે લેતા પિતાનું મોત થયું છે. જ્યારે આ ઘટનામાં બાળકનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. એક્ટિવા ચાલક માયાણી ચોકના કારખાનેદાર હતા. જેમને ગંભીર ઈજા થતા એમનું મોત નીપજ્યું છે.
એમની સાથે રહેલા 10 વર્ષના પુત્રનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. ટક્કર મારીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો.કાર ચાલકને શોધવા માટે પોલીસ તજવીજ શરૂ કરી દીધી છે. રાજકોટ શહેરના માયાણી ચોકમાં આવેલી પરમેશ્વર સોસાયટીમાં રહેતા પ્રશાંત મેંદપરા ગોંડલ રોડ પર આવેલા પટેલ છાત્રાલય પાછળ એક કારખાનું ચલાવે છે. રવિવાર હોવાથી તેઓ પોતાના દીકરા સાથે આંટો મારવા માટે ગયા હતા. પુત્ર પણ પિતા સાથે બુટ લેવા માટે ગયો હતો. જ્યારે તેઓ માલવીયા કૉલેજ પાસે પહોંચ્યા ત્યારે ક્રેટા કારના માલિકે એક્ટિવા ચાલકને અડફેટે લીધા હતા.

જેના કારણે પિતા અને પુત્ર ઉછળી પડ્યા હતા. આ અક્સ્તામાં પિતાનું મોત થયું છે. જ્યારે પુત્રનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. પિતા પ્રશાંતભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રશાંતભાઈને ગંભીર ઈજા થતા સિવિલમાં એનું મોત નીપજ્યું છે. જેના કારણે પરિવારને અચાનક મોટો આઘાત લાગ્યો છે. હોસ્પિટલ ચોકી સ્ટાફને જાણ કરાતા માલવીયાનગર પોલીસ સ્ટેશન ટીમે કાયદેસરની કાર્યવાહી કરી છે. પ્રશાંતભાઈ મૂળ માણાવદર ગામના વતની હતા. એમના પિતા હયાત નથી. પત્નીનું નામ જીજ્ઞાબેન છે. સંતાનમાં એક પુત્ર છે. પિતાએ નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
પોલીસે અકસ્માત કરીને ભાગી ગયેલા કાર ચાલકની તપાસ શરૂ કરી છે. પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ પહેલા 150 ફૂટ રિંગરોડ પર બસ સાથે ટકરાતા બે યુવાનોનું મોત થયું હતું. દિવસે દિવસે રાજકોટ સિટીમાં બેદરકારીથી વાહન ચલાવતા નબીરાઓનો ત્રાસ વધી રહ્યો છે. ખાસ કરીને રાત્રીના સમયે કાર ચલાવતા લોકો માટે ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે.

