હોંગકોંગ, ગુરુવાર
ચીન સહીત દુનિયાના અન્ય દેશોમાં એ લોકો માટે ચિંતા વધી છે કે જેમણે ચીની કંપની સિનોવેક દ્વારા નિર્મિત વેક્સિન કોરોનાવેક લીધી છે. કોરોનાના બેહદ સંક્રમક અને નવા વેરિએન્ટ ઓમિક્રોન વિરુદ્ધ આ બેહદ ઓછી અસરકારક છે. હોંગકોંગના કેટલાક રિસર્ચર્સે કહ્યુ છે કે કોરોનાવેકના ત્રણ ડોઝ લઈ ચુકેલા લોકો પણ ઓમિક્રોન સામે લડવા માટે પુરતા એન્ટીબોડી ધરાવતા નથી.
આ રિસર્ચર્સનું વિશ્લેષણ જણાવે છે કે ફાઈઝર-બાયોએનટેકની રસી વધારે પ્રભાવી છે. ફાઈઝર-બાયોએનટેકના ત્રણ ડોઝ અથવા સાઈનોવેકના બે ડોઝ બાદ તેના ડોઝ લેવા પર ઓમિક્રોન વિરુદ્ધ સુરક્ષાત્મક સ્તરની એન્ટીબોડી બને છે. ફાઈઝર અને તેના જર્મન પાર્ટનર બાયોએનટેકે કહ્યું છે કે તેમની વેક્સિનના ત્રણ ડોઝ લેબમાં ઓમિક્રોન વેરિએન્ટને બેઅસર કરવામાં સક્ષમ હોવાનું જોવા મળ્યું છે.
આ તાજેતરના સર્વેમાં યુનિવર્સિટી ઓફ હોંગકોંગ અને ચાઈનીઝ યૂનિવર્સિટી ઓફ હોંગકોંગના રિસર્ચર્સે કર્યો છે. તેને હેલ્થ એન્ડ મેડિકલ રિસર્ચ ફંડ અને હોંગકોંગની સરકારે ફંડ આપ્યું હતું. નિવેદમાં એ પણ કહેવામાં આવ્યું છે કે વિશ્લેષણમાં કેટલા સેમ્પલનો ઉપયોગ કરાયો હતો. સિનોવેકે આના પર હાલ કોઈ પ્રતિક્રિયા આપી નથી. સિનોવેકની કોરોનાવેક અને સરકારી કંપની સિનોફાર્મની બીબીઆઈબીપી-કોરવી વેક્સિન ચીનમાં બે સૌથી વધુ વાપરવામાં આવતી રસી છે. ચીને મોટા પ્રમાણમાં તેની નિકાસ પણ કરી છે.

