HomeGujaratસૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો,ધુમ્મસને કારણે વિઝીબિલિટી ઝીરો

સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો,ધુમ્મસને કારણે વિઝીબિલિટી ઝીરો

સૌરાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી ધ્રુજાવી દે એવી ટાઢ પડી રહી છે. દિવસ કરતા રાત વધુ ઠંડી બની રહી છે. તો દિવસભર ઠંડા પવનો નું જોર રહે છે. પણ ગુરુવારે વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારે ગાઢ ધુમ્મસને કારણે વિઝીબિલિટી ઝીરો થઈ ગઈ હતી. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 90% થી વધુ જોવા મળ્યું છે.

જોકે કાતિલ ઠંડા પવનની ગતિ યથાવત રહેતા જનજીવન રીતસરનું ઠુઠવાઈ ગયું છે. ગુરુવારે સૌરાષ્ટ્રભરમાં ગાઢ ધુમ્મસ વહેલી સવારે જોવા મળ્યું છે. જાણે કોઈ પહાડી પ્રદેશમાં હોય એવું હવામાન જોવા મળ્યું હતું. બીજી તરફ સતત પડી રહેલી ઠંડીને કારણે ખરીફ પાક લેતા ખેડૂતોને મોટી રાહત થઈ છે. ખાસ કરીને ચણા અને ઘઉંના પાક માટે આ હવામાન અનુકૂળ માનવામાં આવે છે. ગુરુવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકોને દિવસે પણ હેડ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. ખાસ કરીને હાઇવે પર ઝીરો વિઝીબિલીટી ને કારણે કંઈ દેખાતું ન હતું. સર્વત્ર ધુમ્મસ જોવા મળ્યું છે. તો વધુ પડતા ભેજને કારણે રસ્તા પણ ભીના જોવા મળ્યા છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, દ્વારકા, મોરબી, વાંકાનેર, સોમનાથ, જૂનાગઢ, તેમજ સુરેન્દ્રનગર પંથકમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. સતત નવ દિવસ સુધી તાપમાન નો પારો 9 થી 11 ની વચ્ચે રહ્યા બાદ બુધવારે ઠંડી થી થોડી રાહત મળી હતી. પણ ગુરુવારે ગાઢ ધુમ્મસ થતાં ફરી ઠંડી ની અસર જોવા મળી છે.

હવામાન ખાતાની એક આગાહી અનુસાર આવનારા બે થી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં કોલ્ડ વેવ યથાવત રહેશે. જોકે ભેજનું પ્રમાણ વધતાં ધુમ્મસ પણ જોવા મળી શકે છે. દિવસ કરતા રાત વધુ ટાઢી જોવા મળશે. તો વહેલી સવારે ભેજના પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો થશે. ઠંડીને કારણે સવારે નોકરી ધંધા પર જતા લોકો શાલ, સ્વેટર, કાં ટોપી, મફલર તથા શિયાળુ જેકેટમાં જોવા મળ્યા છે. જ્યારે હાઇવે પર ધુમ્મસને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં થયેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં પણ ઠંડી વધી છે. પાડોશી રાજ્ય રાજસ્થાન માં પારો ગગડતા પાક પર બરફ જામી ગયો હતો. તો હિલ સ્ટેશન આબુમાં બરફ પડતા પ્રવાસીઓએ હિમવર્ષાની મોજ માણી છે. 14 જાન્યુઆરી નજીક આવતા ઠંડી ઘટશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW