HomeNationalશું ઓમીક્રોનથી ત્રીજી વેવ આવશે? એક્સપર્ટે આપી દીધુ ભયાનક એલર્ટ

શું ઓમીક્રોનથી ત્રીજી વેવ આવશે? એક્સપર્ટે આપી દીધુ ભયાનક એલર્ટ

કોરોનાના સૌથી વધુ સંક્રમક વેરિએન્ટ ઓમિક્રોનના કેસ ભારતમાં વધવા લાગ્યા છે. તેને જોતા દેશમાં કોરોનાની ત્રીજી લહેરની પણ સંભાવના વ્યક્ત કરાય રહી છે. ઓમિક્રોનનો સૌથી પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યો હતો. તેના પછી આ વેરિએન્ટ લગભગ 100 દેશોમાં ફેલાય ચુક્યો છે. મોટાભાગના યુરોપિયન દેશોમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો જોવા મળ્યો અને તેમા સૌથી વધુ કેસ ઓમિક્રોનના છે.

ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 236 કેસો સામે આવ્યા છે અને દરરોજ તેમા વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને સાવધ કરતા કહ્યું છે કે ડેલ્ટાની તુલનામાં ઓમિક્રોન લગભગ ત્રણ ગણો વધારે ઝડપથી ફેલાય છે. તેની સંક્રમકતાને જોતા સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. કેટલાક રાજ્યમાં નવવર્ષની ઉજવણી પહેલા પ્રતિબંધો લગાવવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ઓમિક્રોનના વધતા કેસને જોતા હેલ્થ એક્સપર્ટ્સ દેશમાં ત્રીજી લહેરની આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે.

નેશનલ કોવિડ-19 સુપરમોડલ કમિટીના સદસ્ય વિદ્યાસાગરે એએનઆઈને જણાવ્યુ છે કે ભારતમાં આગામી વર્ષની શરૂઆતમાં ત્રીજી લહેરની શક્યતા છે. જો કો લોકોમાં મોટાપ્રમાણમાં ઈમ્યુનિટી હોવાને કારણે બીજી લહેરની સરખામણીઓમાં આ હળવી હશે. પરંતુ ત્રીજી લહેર નિશ્ચિતપણે આવશે. એપ્રિલ-મેમાં બીજી લહેરમાં આવેલા કેસોની સરખામણીએ તેની સંખ્યા ઓછી રહેશે. સરકારે 1 માર્ચથી જ ભારતમાં વેક્સિનેશનની શરૂઆત કરી હતી. ડેલ્ટા વેરિએન્ટના આવવાનો સમય પણ આ હતો. આ સમય ફ્રન્ટલાઈન વર્કર્સને બાદ કરતા કોઈને પણ રસી લગાવાય ન હતી. તેના કારણે ડેલ્ટાએ આટલી મોટી વસ્તીને ઝપટમાં લીધી હતી.

વિદ્યાસાગરે કહ્યુ છે કે હવે દેશમાં 75થી 80 ટકાની સીરો પ્રેવલેન્સ છે. 85 ટકા લોકોએ પહેલો ડોઝ અને 55 ટકાએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. જે મહામારીથી 95 ટકા સુધી બચાવ કરે છે. માટે ત્રીજી લહેરના મામલા એટલા વધારે સામે નહીં આવે, જેટલા બીજી લહેરમાં જોવા મળ્યા હતા. બીજી લહેરના અનુભવથી આપણે પોતાની ક્ષમતા પણ બનાવી છે. માટે આપણે કોઈ મુશ્કેલી વગર તેનો સામનો કરવા માટે સક્ષમ છીએ।

જો કે હૈદરાબાદની આઈઆઈટીના પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યુ છે કે મામલાની સંખ્યા બે બાબતો પર નિર્ભર રહેશે. પહેલી ડેલ્ટાથી મળેલી નેચરલ ઈમ્યુનિટીને ઓમિક્રોન કેટલી અવગણી શકે છે અને બીજું વેક્સિનથી મળેલી ઈમ્યુનિટીને તે કેટલી હદ સુધી બિનઅસરકારક કરી શકે છે. હાલ આ બંને બાબતોને લઈને પુરી જાણકારી ઉપલબ્ધ નથી. વિદ્યાસાગરના અનુમાન પ્રમાણે, જો દેશમાં ત્રીજી લહેર આવે છે, તો સૌથી ખરાબ સ્થિતિમાં ભારતમાં દૈનિક બે લાખથી વધારે કેસ નહીં આવે. જો કે તેમણે કહ્યુ છે કે આ માત્ર અનુમાન છે, ભવિષ્યવાણી નથી.

વિદ્યાસાગરે કહ્યુ છે કે ઓમિક્રોન પર આપણે અનુમાન લગાવવાનું ત્યારે શરૂ કરી શકીએ છીએ, જ્યારે ફરી એકવાર જ્યારે એ જાણી લઈએ કે વાયરસ ભારતીય વસ્તીમાં કેવો વ્યવહાર કરી રહ્યો છે. સૌથી ખરાબ પરિદ્રશ્યમાં નેચરલ અથવા વેક્સિનથી મળેલી ઈમ્યુનિટી ઓછી થવા પર મામલાની સંખ્યા દૈનિક 1.7થી 1.8 લાખથી નીચે જ રહેશે. આ બીજી લહેરના પીકથી અડધાથી પણ ઓછી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW