HomeGujaratશેરબજારમાં તેજી : 611 અંકની બઢત સાથે સેન્સેક્સ 56930 પર થયો બંધ,

શેરબજારમાં તેજી : 611 અંકની બઢત સાથે સેન્સેક્સ 56930 પર થયો બંધ,

શેરબજારમાં આજે સતત બીજા દિવસે ભારે તેજી રહી. બીએસઈનો સેન્સેક્સ 611 અંક સાથે 56930 પર બંધ થયો હતો.બેન્કિંગ સ્ટોક્સે આજે બજારને સપોર્ટ કર્યો. સવારે સેન્સેક્સ 289 અંકોની બઢત સાથે 56319 પર ખુલ્યો હતો. તેણે દિવસમાં 56989નો હાઈ અને 56471નો લૉ બનાવ્યો હતો. સેન્સેક્સના 30માંથી 27માં બઢત અને 3માં ઘટાડો જોવા મળ્યો છે. ઘટાડાવાળા શેરોમાં આઈટીસી, નેસ્લે અને વિપ્રો સામેલ છે. બઢતવાળા મુખ્ય શેરોમાં બજાજ ફાયનાન્સ, એરટેલ, લાર્સન એન્ડ ટૂબ્રો, સન ફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ અને ટાટા સ્ટીલ સામેલ છે. આ તમામ શેર 2થી 2.8 ટકા સુધી વધ્યા હતા.

એનએસઈનો નિફ્ટી 184 અંકની બઢત સાથે 16955 પર બંધ થયો હતો. તે 16865 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન નિફ્ટીએ 16971નો હાઈ અને 16819નો લૉ બનાવ્યો હતો. તેના 50માંથી 42 શેરો બઢત સાથે અને 8 ઘટાડા સાથે બંધ થયા હતા. બઢતવાળા મુખ્ય સ્ટોકમાં ટાટા મોટર્સ, હિંડાલ્કો, ઈંડસઈંડ બેંક,ડિવીઝ લેબ અને આયશર મોટર્સ સામેલ હતા. આ તમામ 3-3 ટકાથી વધુની બઢત સાથે બંધ થયા હતા.

નિફ્ટીમાં ગગડનારા મુખ્ય શેરોમાં એશિયન પેન્ટ્સ, અદાણી પોર્ટ, વિપ્રો, ગ્રાસિમ અને નેસ્લે સામેલ રહ્યા. સેન્સેક્સ મંગળવારે 497 અંકના વધારા સાથે 56319 પર બંધ થયો હતો. આઝની તેજીની સાથે રોકાણકારોની મિલ્કત 3.41 લાખ કરોડ રૂપિયા વધી હતી. મંગળવારે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 255.83 લાખ કરોડ હતી અને તે આજે 259.24 લાખ કરોડ રૂપિયા થઈ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW