HomeGujaratCentral Gujaratઅમદાવાદમાં ઓમિક્રોના કેસ વધ્યા 4 મહિલા સહિત,5 વ્યક્તિ સંક્રમિત

અમદાવાદમાં ઓમિક્રોના કેસ વધ્યા 4 મહિલા સહિત,5 વ્યક્તિ સંક્રમિત

ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. જામનગર માં પહેલો કેસ સામે આવ્યા બાદ હવે મહાનગર માંથી કેસ વધ્યા છે. નવેમ્બર મહિનાથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુરુવારે છેલ્લા 24 કલાકમાં નવા કેસની વિગત સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.  કોરોનાના 91 નવા કેસ નોંધાયા છે. જ્યારે 41 દર્દી સજા થઈ જતાં હોસ્પિટલ માંથી ઘરે રવાના કરવામાં આવ્યા છે. બુધવારે અમદાવાદ શહેરમાં ગુજરાત રાજ્યના સૌથી વધારે 25 નવા કોવિદ કેસ નોંધાયા છે. જેથી અમદાવાદ આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

રાજ્યના ત્રણ શહેર અને 22 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નવો નોંધાયો નથી. મહાનગર સુરત શહેર અને જિલ્લા દેવભૂમિ દ્વારકામાં કોરોનાથી એક દર્દીનું મોત નોંધાયું છે. ગુજરાત રાજ્યનો રિક્વરી રેટ 98.71 ટકા રહ્યો છે. ગુજરાત રાજ્યમાં ઓમિક્રોનના 9 કેસ નવા નોંધાયા છે. જેમા 5 કેસ અમદાવાદના રહ્યા છે. અમદાવાદમાં એક બાળકી સહિત 5 લોકોનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી શહેરી તંત્રની ચિંતા વધી ગઈ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 23 કેસ ઓમિક્રોનના નોંધાયા છે જેમાથી હાલમાં 19 લોકોની સારવાર ચાલુ છે.  જ્યારે 4 લોકો સાજા થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી ઘરે કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ઓમિક્રોનના લીધે એકપણ દર્દીનું મોત થયું નથી. 
બુધવારે અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના વધુ પાંચ કેસ સામે આવ્યા હતાં.

જેમાં 8 વર્ષની એક બાળકી સહિત 5 મહિલાઓનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ મહિલાઓ છે જે વિદેશથી આવ્યા બાદ એમનું ચેક અપ કર્યું હતું. જેમાં કોરોના પોઝિટિવ આવતાં સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા હતા. અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં રહેતી 8 વર્ષની બાળકી અને 32 વર્ષીય મહિલા કોંગોથી, થલતેજમાં રહેતી 39 વર્ષીય મહિલા દુબઇથી, મણિનગર વિસ્તારમાં રહેતી 42 વર્ષીય મહિલા ટાનઝીનિયાથી, નવરંગપુરા વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલા યુ.કેથી અમદાવાદ આવી હતી. જેમની તપાસ કરતા એ તમામ પોઝિટિવ હતાં. મહાનગર અમદાવાદ શહેરના અત્યાર સુધીમાં ઓમીક્રોનના કુલ 7 કેસો નોંધાયા છે.


રાજ્યમાં સતત ત્રણ દિવસથી કોરોનાથી મોતની સંખ્યા ફરી વધી રહી છે. અગાઉ 10મી ડિસેમ્બરે રાજ્યમાં 3 દર્દીનાં મોત કોવીદ થી થતા હતા. આપણા રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 અને નવેમ્બર મહિનામાં 5 દર્દીના મોત નોંધાયા હતા. અગાઉ રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW