મોરબીના ખાટકીવાસ વિસ્તાર અને મચ્છી માર્કેટ વિસ્તારમાં મોટા પાયે ગંદકી થતી હોવાની અને જન અરોગ્ય પર ખતરો સર્જાવવાની ઊઠતી ફરિયાદ પગલે આજે મોરબી ફૂડ એન્ડ ડ્રગ તેમજ મોરબી પાલિકાની ટીમે મચ્છી માર્કેટ, ખાટકીવાસ વિસ્તારમાં સયુક્ત ચેકિંગ કામગીરી હાથ ધરી 70 વધુ વેપારીઓને નોટિસ ફટકારી હતી.તો પંચાસર રોડ વિસ્તારમાં ચેકીંગ કરી દબાણ દૂર કરવાની કામગીરી પણ હાથ ધરી હતી.
મોરબી શહેરમાં આવેલ નોનવેજ માર્કેટ આસપાસ મોટા પાયે ગંદકી પ્રવર્તતી હોવાની તેમજ દુકાનદારો કોઈ પણ પ્રકારના ફૂડ લાયસન્સ વિના વ્યવસાય કરી લોકોના આરોગ્યની સાથે ચેડાં કરતા હોવાની ફરિયાદ ઉઠી હતી તો મોરબીના કોઈ સાંમાજિક કાર્યકર દ્વારા પશુઓપર થતી જીવ હિંસા મુદે રાજય સરકાર સુધી અરજી થઈ હતી આ ઉપરાંત મોરબીના ફૂડ વિભાગ તેમજ પાલિકામાં લેખિત રજુઆત કરાઈ હતી જે બાદ આજે મોરબી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ મોરબી પાલિકાની સિનિટેશન વિભાગની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં આવેલ દુકાનો તેમજ મચ્છી માર્કેટ વિસ્તારમાં આવેલ નોનવેજ દુકાનો પર સયુક્ત ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું અને અલગ અલગ સ્થળે કુલ 70 થી વધુ દુકાનમાં ગંદકી મળી આવી હતી સાથે સાથે ઘણા બધાં વેપારીઓએ નોનવેજ વેચાણ માટે ફૂડ વિભાગનું લાયસન્સ પણ મેળવ્યું ન હોવાનું સામે આવ્યું હતું જે બાદ તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી. આગામી દિવસોમાં મોરબીના અન્ય વિસ્તારોમાં પણ આડેધડ મંજૂરી વિના સરકારી જગ્યા પર દબાણ કરી નોનવેજ વેચાણ કરનાર વિરુદ્ધ પણ પાલિકા તંત્ર આકરા પગલાં લે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે.

