HomeGujaratમોરબી જિલ્લા કલેક્ટરે ડેડિકેટેડ ઇવીએમ વેરહાઉસનું કર્યું નિરીક્ષણ

મોરબી જિલ્લા કલેક્ટરે ડેડિકેટેડ ઇવીએમ વેરહાઉસનું કર્યું નિરીક્ષણ

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લાના ડેડિકેટેડ ઇવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) વેરહાઉસની સ્થળ મુલાકાત લઈને સંગ્રહ, સુરક્ષા અને જાળવણી સંબંધિત વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મુલાકાત દરમિયાન કલેક્ટરે વેરહાઉસમાં ઇવીએમના સુરક્ષિત સંગ્રહ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ, સુરક્ષા પ્રોટોકોલ, દેખરેખ તેમજ જાળવણીની પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. ઉપરાંત સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી સૂચિત ધોરણો મુજબ તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત રાખવા જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા ઇવીએમના સુરક્ષિત સંગ્રહ અને જાળવણી માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ જાળવવામાં આવી રહી હોવાનું આ મુલાકાત દરમિયાન ભારપૂર્વક જણાવાયું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW