HomeGujaratરાજ્યના 78 PSIની PI તરીકે બઢતી, જુઓ લિસ્ટ

રાજ્યના 78 PSIની PI તરીકે બઢતી, જુઓ લિસ્ટ

ગાંધીનગર,બુધવાર

  ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ગ-3 ના પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2 નું પ્રમોશન આપવામાં આવ્યું છે. આ અધિકારીઓને તદ્દન હંગામી ધોરણે બઢતી આપવામા આવી છે. જેમાં હર્ષદકુમાર આત્મારામ પટેલ નામના એક પીએસઆઇ સામે સ્પે જજ અમદાવાદની કોર્ટમાં એસીબીના કેસમાં છોડી મુકવાનો હુકમ કરાયેલો છે, પરંતુ આ અંગે તેમની સામે સરકારપક્ષે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. જેથી હાઇકોર્ટના ચુકાદાને બંધનકર્તા રહેવાની શરતે તેમની પીઆઇ તરીકે બઢતી કરવામાં આવી છે.

  ગુજરાતના અલગ અલગ જીલ્લામાં ફરજ બજાવતા 78 હથિયારી PSIની PI તરીકે રાજય પોલીસ વડા(DGP) દ્વારા બઢતી કરવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં બઢતી પામેલા PSIઓને જે સ્થળે ફરજ પર હતા તે સ્થળે જ ફરજ પર રાખવામાં આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી હથિયારધારી પીએસઆઇ પોતાની પીઆઇ તરીકેની બઢતીની આશા રાખીને બેઠા હતા. ત્યારે 21 ડિસેમ્બરે ડીજી ઓફિસ દ્વારા બઢતીના આદેશ કરતા પીએસઆઇ આલમમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW