કચ્છ,બુધવાર
અંજાર તાલુકાના દુધઈ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી પરિણામ દરમિયાન જીતની ખુશીમાં કોઈએ પાકિસ્તાન જીંદાબાદના નારો લગાવતા વિવાદમાં આવી ગયું છે. કચ્છમાં પંચાયતની ચૂંટણીઓની મત ગણતરી માટે મતપેટીઓ ખૂલી હતી. પંચાયતના મહારથીઓનું ભાવિ આખરે ખૂલ્યુ હતું. મતગણતરી બાદ કોઈના પક્ષમાં હાર આવી તેમજ કોઈના પક્ષમાં જીત આવી. ત્યારે અંજાર તાલુકાના દુધઈ ગ્રામ પંચાયતમાં ચૂંટણીની વિજેતા રેલી દરમિયાન ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લાગ્યા હતા. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
દુધઈ જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ ઉમેદવારોની પેનલ વચ્ચે યોજાયો હતો. 4200ના મતદાન ધરાવતા દુધઈ પટ્ટીના આ મહત્વના ગામે ગઈકાલે સાંજે ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. જેમાં રીનાબેન રાંઘુભાઈ કોઠીવારને 1026 મત મળતા વિજેતા જાહેર થયા હતા. જેના બાદ જીતની ઉજવણી કરતા તેમના સમર્થકો મતદાન મથકની ભીડ વચ્ચેથી નીકળ્યા હતા. આ દરમિયાન તેમાંથી કોઈએ પાકિસ્તાન જીંદાબાદના નારાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વાઇરલ વીડિયો મુદ્દે વિજેતા સરપંચના પતિ રાઘુ ભાઈ કોઠીવાડ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આવી કોઈ વાત હજુ સુધી મારા ધ્યાનમાં આવી નથી. જોકે, હું તાપસ કરી લઉં છું. વીડિયો વાયરલ થતાં જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે અને પૂર્વ કચ્છ પોલીસ તાત્કાલિક અસરથી એક્શનમાં આવીને સમગ્ર મામલે કડક તપાસ હાથ ધરી છે.

