ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટી જતા હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, તો પેપર લીક મામલે અત્યાર સુધીમાં કુલ 11 લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે જો કે હજુ પણ મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે પેપર લીક મુદ્દે મહત્વની જાણકારી મળી છે. બહુ ચર્ચિત હેડક્લાર્કની પરીક્ષાનું પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું, સાણંદના કિશોર આચાર્યએ પ્રિન્ટિગ પ્રેસમાંથી પેપર લીધું હોવાની ચર્ચા છે, કિશોર આચાર્ય પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર છે.
આ તરફ હેડ કલાર્કની પરીક્ષામાં પેપર લીક કેસમાં કિશોર આચાર્યનું નામ ખુલતા, કિશોર આચાર્યને ફસાવ્યા હોવાનો પરિવારજનોનો આરોપ લગાવી રહ્યા છે. કિશોર આચાર્યના પરિવારે કિશોર પર લાગવેલા તમામ આરોપોને ફગાવ્યા છે. પ્રિન્ટિંગ પ્રેસના માલિક મુદ્રેશ પુરોહિત હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. કિશોર આચાર્યની ધરપક કરવામાં આવી છે ત્યારે પરિવાર કહી રહ્યો છે કે બીજાની સંડોવણીના કારણે પોતાના પર આરોપ લીધો હોઇ શકે છે, એકવાર મુલાકાત કરવા દે તો અમે ખુલાસો કરી શકીએ.
પરિવારજનો કહી રહ્યા છે કે કિશોર આચાર્ય 32 વર્ષથી પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરે છે પણ પેપરની ક્યારેય વાત નથી થઈ. કોની સંડોવણી છે તે ખબર નથી મંગેશને લઈને કોઈ જાણકારી ન હોવાનું પરિવારે જણાવ્યું છે. પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઈઝર કિશોર આચાર્યની ધરપકડ થતા પરિવાર પુત્રને ફસાવ્યા હોવાનું જણાવી રહ્યું છે. કિશોર આચાર્યના પરિવાર સાથેની વાતચીતમાં પરિવારે આરોપો નકાર્યા મહત્વનું છે કે પેપરકાંડમાં પ્રિન્ટિંગ પ્રેસ પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હેડક્લાર્ક પેપરલીકમાં સૂર્યા ઓફસેટ કંપનીને લઇ વધુ એક ખુલાસો સામે આવ્યો છે.

આ અંતર્ગત બીજા એક ખુલાસા મુજબ મીઠાખળી હોસ્પિટલમાં કાર્યરત મંગેશ પાસેથી પેપર લેવાનું જણાવવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે. પોલીસે દિપક પટેલ જે સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે તેની પણ અટકાયત કરી છે દિપકે મંગેશ શિર્કે પાસેથી પેપર લીધું હતું આમ જોતા પેપરકાંડમાં અનેક લોકો જોડાયેલા શંકા સેવાઈ રહી છે. મંગેશે જયેશ પટેલને પેપર આપ્યું હતું તો જયેશે બીજાને આપ્યું હતું.
પોલીસ તપાસમાં મંગેશ પાસેથી રૂ. 7 લાખ મળી આવ્યા હતા જ્યારે અન્ય 3 જગ્યાએ પણ મંગેશે પેપર આપેલા તેની તપાસ ચાલુ છે મહત્વનું છે કે અગાઉ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વધુ ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પેપરકાંડમાં શિર્કેએ 9 લાખમાં પેપર વેચ્યું હોવું મનાઈ રહ્યું છે. હાલ તો ગૌણ સેવા પસંદગી મંડળ અને પ્રિન્ટિંગ પ્રેસ વચ્ચેના કરારની તપાસ ચાલું છે અભ્યાસ બાદ જો સંડોવણી નીકળશે તેની ધરપકડ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર કિશોર આચાર્યએ 10મીએ લીક કર્યું હતું જેમણે પેપર ખરીદ્યા છે એમની સામે પણ પગલાં લેવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ 11 લોકોની ધરપકડ થઈ, જો કે ગૌણ સેવા પસંદગી મંડળ માંથી હજુ કોઈને તપાસ માટે બોલાવ્યા નથી.

