રાજ્યસભામાં આજે નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઈકોટ્રોપિક પદાર્થ સંશોધન બિલ 2021 ઉપર ચર્ચા કરાઈ રહી હતી. આ ચર્ચામાં ઘણી વખત સંસદનું તાપમાન ગરમ થઈ ગયું છે. પહેલા દિગ્વિજય સિંહે સરકાર ઉપપર આરોપ લગાવ્યો હતો તે બાદ જયા બચ્ચનનો ગુસ્સો સરકાર ઉપર ફુટ્યો હતો. તેણીએ સરકારને ખરાબ દિવસોનો શ્રાપસુદ્ધા આપી દીધો.

નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઈકોટ્રિપક પદાર્થ સંશોધન બિલ 2021 ઉપર ચર્ચા કરવા માટે જ્યારે જયા બચ્ચને બોલાવાયા તો તેણે આવતાની સાથે જ કહ્યું હતું કે, હું તમને ધન્યવાદ દેવા નથી માંગતી. કારણ કે સમજાઈ નથી રહ્યું કે જ્યારે તમારી તરફથી જ્યારે શોરબકોર કરીને વેલમાં જતા હતા તે સમયને યાદ કરૂ કે પછી આજે તમે જે ખુરશી ઉપર બેઠા છો તેને યાદ કરૂ.
Rajya Sabha adjourned till 5 pm today as Opposition ruckus got fierce after a verbal spat between Samajwadi Party (SP) MP Jaya Bachchan and treasury benches pic.twitter.com/4dJCpysRqn
— ANI (@ANI) December 20, 2021
જયા બચ્ચનની વાત ઉપર ભાજપના સાંસદ રાકેશ સિન્હાએ તેના ઉપર સંસદની ગરિમાને ઓછી કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ તેના ઉપર તે પણ આરોપ લગાવ્યો કે, તેણીએ સંસદના સ્પીકરને વ્યક્તિગત રૂપે સંબોધિત કર્યું છે. તેણે કહ્યું કે આ સદનમાં વ્યવહારની રીત નથી. તેનાથી સદનની ગરિમાને ઠેસ પહોંચી છે. કોઈપણ આવી રીતે ચેયરનું અપમાન નથી કરી શકતા.
તે સમયે ચેયર ઉપર ભુવનેશ્વર કાલિતા બેઠા હતા. તેણે જયા બચ્ચનને માનનીય સદસ્ય કહીને પોતાની વાત બીજી વખત રાખવાનું કહ્યું હતું. તેના ઉપર જયા બચ્ચને જણાવ્યું હતું કે, આભાર કે તમે મને માનનીય કહ્યું. પરંતુ જો તમે મને સાચે જ માનનીય સમજો છો તો મારી વાત ધ્યાનથી સાંભળો. અમારે ન્યાય જોઈએ છે. અમે સરકાર પાસેથી ન્યાયની અપેક્ષા નથી કરી શકતા. પરંતુ શું તમારી પાસે આ અપેક્ષા રાખી શકીએ છીએ. સદનના સદસ્યો અને જે બહાર 12 સદસ્યો બેઠા છે તેના માટે તમે શું કરી રહ્યાં છો ?

તેણે યાદ અપાવ્યું હતું કે, તેમને નાર્કોટિક્સ બિલ ઉપર બોલવાનું હતું. જયા બચ્ચને પીઠાસીન ભુવનેશ્વર કાલિતાને કહ્યું કે, તમે ના બોલો, મને તક મળી છે બોલવાની, તમે શા માટે બોલી રહ્યાં છો ? તેણે કહ્યું કે, અમારી પાસે આનાથી પણ ઘણા મોટા મુદ્દાઓ છે ચર્ચા કરવા માટે પરંતુ આપણે તેને 3થી 4 કલાક જ આપી શક્યા છીએ. માત્ર ક્લેરિકલ એરર ઉપર વાર્તાલાપ કરવા માટે. શું થઈ રહ્યું છે ? આ શરમજનક છે. તેણે બાકી સાંસદોને કહ્યું કે, તમે કોની પાસે બીન બજાવી રહ્યાં છો. તેણે આગળ કહ્યું કે, જુઓ તમારા ખરાબ દિવસો ટૂંક સમયમાં જ આવવાના છે. જો તમારૂ વર્તન આવું જ રહેશે તો તમારા ખરાબ દિવસો ઘણા નજીક છે.

તેના ઉપર કોઈપણ સદસ્યએ વ્યક્તિગત ટિપ્પણી કરી, જેને લઈને જયા બચ્ચન ભડકી ગઈ અને તેણે કહ્યું કે, આ વ્યક્તિ ઉપર કાર્યવાહી કરવામાં આવે. કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિને લઈને વ્યક્તિગત ટિપ્પણી કેવી રીતે કરી શકે છે. તેણે કહ્યું છે કે, કોઈના પણ હૃદયમાં પોતાના સાથીઓ માટે અને બહાર બેસેલા સાંસદો માટે કોઈ સમ્માન નથી. તમારા ખરાબ દિવસો આવશે. હું શ્રાપ આપું છું. સદનની બહાર આવીને જયા બચ્ચને જણાવ્યું હતું કે, હું કોઈ ઉપર વ્યક્તિગત ટિપ્પણી નથી કરવા માંગતી. જે પણ કંઈ થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે આવી રીતે વાત કરવી જોઈતી ન હતી. હું તેનાથી ઘણી ચિંતિત છું. તે બાદ સદનની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.

