ભારત બાયોટેકે પોતાની ઈંટ્રાનૈસલ કોવિડ વેક્સિનનો બુસ્ટર ડોઝ દેવા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ માટે અજી કરી છે. જે કોવેક્સિન અને કોવિશીલ્ડ રસી લેનારા લોકોને આપી શકાય છે. આ જાણકારી સુત્રોના માધ્યમથી સામે આવી છે. ઈંટ્રાનૈસલ વેક્સિન નાકમાં દેનારી વેક્સિન છે જે એક ઈમ્યુન રિસપોન્સ ઉત્પન્ન કરીને વાયરસને શરીરની અંદર પ્રવેશ કરતા રોકે છે.

ભારત બાયોટેકે પોતાની દલીલમાં જણાવ્યું છે કે, ઈંટ્રાનૈસલ વેક્સિનનો બુસ્ટર ડોઝના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. સાથે જ ટ્રાંસલેશન રોકવામાં પણ અસરદાર છે. તેણે દાવો કર્યો છે કે, ઈન્ટરનેશનલ વેક્સિન કોરોનાના ટ્રાન્સમિશનને રોકવામાં સફળ છે.
Bharat Biotech has submitted phase 3 clinical trial application to DCGI for its booster dose of their intranasal Covid vaccine that can be given to Covaxin and Covishield vaccinated people: Source pic.twitter.com/Sao0TMvMcj
— ANI (@ANI) December 20, 2021
વિતેલા મહીનામાં ભારત બાયોટેકના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક કૃષ્ણા એલ્લાએ નાકથી દેનારી રસીના મહત્વ ઉપર ભાર મુક્યો હતો. તે અંગે તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વને એવી રસી જોઈએ છે જે સંક્રમણ રોકવાનો એકમાત્ર ઉપાય હોય. દરેક ઈમ્યુનોલોજીએ જાણવાની કોશિશ કરી રહ્યાં છે કે અને સૌભાગ્યથી ભારત બાયોટેકે તેની માહિતી મેળવી લીધી છે.

તેણે જણાવ્યું હતું કે, અમે નાકથી દેનારી રસી લાવી રહ્યાં છે. અમે આ વાત ઉપર વિચાર કરી રહ્યાં છીએ કે શું કોવેક્સિનનો બીજો ડોઝ નાકથી આપી શકાય છે. આ એક રણનીતિક રૂપે અને વૈજ્ઞાનિક રૂપે પણ મહત્વપૂર્ણ છે. કારણકે બીજો ડોઝ જો તમે નાકેથી લો છો તો તમે સંક્રમણના ફેલાવાને રોકી શકો છો.

ડીબીટીએ આ વર્ષે ઓગષ્ટમાં જણાવ્યું હતું કે, 18થી 60 વર્ષની ઉંમરના લોકોના પહેલા ચરણમાં ક્લિનિકલ પરિક્ષણ પૂર્ણ થઈ ચુક્યું છે. તે બાદ ભારત બાયોટેકના ઈન્ટ્રાનૈસલ રસી છે કે જેને બીજા અને ત્રીજા ચરણમાં પરિક્ષણ માટે નિયામકની મંજૂરી મળી ગઈ છે. આ પ્રકારની પહેલી કોવિડ વેક્સિન છે જેનું ભારતમાં મનુષ્ય ઉપર ક્લિનિકલ પરિક્ષણ થઈ રહ્યું છે.

