HomeGujaratજિલ્લા કલેક્ટરે મોરબી મચ્છુ નદી પર પાણીના કારણે બંધ કરાયેલ બેઠા પુલ...

જિલ્લા કલેક્ટરે મોરબી મચ્છુ નદી પર પાણીના કારણે બંધ કરાયેલ બેઠા પુલ પર સ્થળ મુલાકાત કરી

ઉપરવાસમાંથી પાણીની ભારે આવકને કારણે મચ્છુ-2 ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે મોરબી શહેરમાંથી પસાર થતી મચ્છુ નદીના જળસ્તરમાં વધારો થયો છે. પરિસ્થિતિની ગંભીરતા અને જનસુરક્ષાને ધ્યાને રાખી મોરબી શહેરમાં મચ્છુ નદી પર આવેલા બેઠા પુલ પરથી પાણી પસાર થઈ રહ્યું હોય, વહીવટી તંત્ર દ્વારા આ માર્ગ પરનો વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. જે સ્થળની કલેક્ટરએ મુલાકાત લીધી હતી.

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર પોલીસ કાફલો તેમજ ફાયર બ્રિગેડની ટીમો સ્ટેન્ડબાય તૈનાત કરી દેવામાં આવી છે. દરમિયાન જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ પોતે ઘટનાસ્થળે પહોંચી બેઠા પુલ અને આસપાસના વિસ્તારોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્થળ પર તૈનાત પોલીસ અને સુરક્ષા ટીમોને ચુસ્ત બંદોબસ્ત જાળવવા, નાગરિકોને પાણીના પ્રવાહ નજીક જતાં અટકાવવા અને ચોવીસે કલાક સતર્ક રહેવા આદેશો આપ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW