મુંબઈ, રવિવાર
અંકિતા લોખંડે અને વિકી જૈને તેમના લગ્ન જીવનની શરૂઆત કરી છે. દરમિયાન, 19 ડિસેમ્બરે અંકિતાના જન્મદિવસ પર, તેના મિત્રો, પરિવારના સભ્યો અને પતિ વિકીએ અભિનેત્રીનો જન્મદિવસ ઉજવ્યો હતો. બધાએ અડધી રાત્રે અંકિતાના જન્મદિવસની કેક કાપી અને ખૂબ જ ઉજવણી કરી. પતિ વિકી જૈને પણ તેની પત્ની અંકિતા માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે.
અંકિતાના મિડનાઈટ બર્થડે સેલિબ્રેશનનો વીડિયો અભિનેત્રીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. નાઈટ ડ્રેસ પહેરીને અંકિતાએ કેક કાપી. વિકી પણ તેની સાથે ઉભો રહ્યો અને તેની પત્નીના ખાસ દિવસે તેની સાથે જોડાયો. અંકિતા માટે જન્મદિવસની બે-ત્રણ કેક આવી હતી, જેમાંથી એક કેક પર ‘મિસિસ જૈન’ લખેલું હતું. અંકિતા લોખંડેએ લગ્ન પછી ભલે તેની અટક બદલી ન હોય, પરંતુ તેના મિત્રો હવે તેને મિસિસ જૈન કહીને બોલાવે છે.અંકિતાના જન્મદિવસ પર પતિ વિકીએ પણ તેની પત્નીને એક ખાસ ફોટો શેર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ફોટોમાં અંકિતા અને વિકી સૂર્યાસ્તના ઝાંખા પ્રકાશમાં રોમેન્ટિક પોઝ આપતા જોવા મળે છે. આ ફોટો શૅર કરતાં વિક્કીએ લખ્યું ‘હેપ્પી બર્થ ડે મિસિસ જૈન’. અંકિતાએ પણ તેના પતિનો આભાર માન્યો અને લખ્યું, ‘આભાર મિસ્ટર જૈન.’ આ તસવીર પર ઘણા લોકોએ અભિનેત્રીને શુભેચ્છા પાઠવી છે, સાથે જ તેમની જોડીના વખાણ પણ કર્યા છે.

