લખનૌ, શનિવાર
ગંગા એક્સપ્રેસ વેને ઉત્તરપ્રદેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે ગણાવાય રહ્યો છે. તેની લંબાઈ 594 કિલોમીટર હશે. ગંગા એક્સપ્રેસ વે મેરઠથી પ્રયાગરાજ સુધી યુપીના 12 જિલ્લાઓમાંથી પસાર થશે. આ એક્સપ્રેસ વે યુપીના પૂર્વ અને પશ્ચિમી ક્ષેત્રોને પરસ્પર જોડશે. આ એક્સપ્રેસ વે મેરઠ-બુલંદશહર માર્ગ પર મેરઠના બિજૌલી ગ્રામથી શરૂ થઈને પ્રયાગરાજ બાઈપાસ પર જુડાપુર દાંદૂ ગ્રામ પાસે સમાપ્ત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પોતાના સંબોધનમાં કહ્યુ છે કે આજે માફિયા પર બુલડોઝર ચાલે છે, બુલડોઝન તો ગેરકાયદેસર ઈમારત પર ચાલતું હોય છે. પરંતુ દર્દ તેને પાળનારા-પોષનારાઓને થાય છે. માટે આજે યુપીની જનતા કહી રહી છે કે યુપી પ્લસ યોગી ઘણું છે ઉપયોગી. તેમણે કહ્યુ છેકે મેરઠમાં એક બજાર છે, સોતીગંજ દેશમાં ક્યાંય ગાડી ચોરી થાય તો તે ત્યાં કપાતી હતી. યોગીજીએ તેના પર પણ બુલડોઝર ચલાવડાવી દીધું. તેમણે કહ્યુ છે કે જેમને માફિયાનો સાથ પસંદ છે, તે તેમની ભાષા બોલશે.પરંતુ અમે તો દેશની ભાષા બોલીશું. મુખ્યમંત્રીએ કહ્યુ કે દિકરીઓની સુરક્ષા પર અવાર-નવાર સવાલો ઉઠી રહ્યા હતા, તેમનું સ્કૂલ-કોલેજ જવાનું મુશ્કેલ થઈ ગયું હતું. ક્યારે ક્યાં હુલ્લડ અને આગચંપી થઈ જાય કોઈ કહી શકતું ન હતું. પરંતુ ગત સાડા 4 વર્ષોમાં યોગીજીની સરકારે સ્થિતિને સુધારવા માટે ઘણો પરિશ્રમ કર્યો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે આપણે ત્યાં કેટલાક રાજકીય પક્ષો એવા છે જેમને દેશના વારસાથઈ પણ મુશ્કેલી છે અને દેશના વિકાસથી પણ. દેશના વાસાથી મુશ્કેલી કારણ કે તેમને પોતાની વોટબેંકની ચિંતા વધારે સતાવે છે. દેશના વિકાસથી મુશ્કેલી કારણ કે ગરીબની, સામાન્ય માનવીની તેમના પર નિર્ભરતા દિવસેને દિવસે ઘટી રહી છે. આ લોકોને ગંગાજીના સફાઈ અભિયાનથી મુશ્કેલી છે. આ લોકો છે જે આતંકના આકાઓ વિરુદ્ધ સેનાની કાર્યવાહી પર સવાલ ઉઠાવે છે. આ લોકો છે જે ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલી મેડ ઈન ઈન્ડિયા કોરોના વેક્સિનને કટઘરામાં ઉભી કરી દે છે. આ લોકોને કાશીમાં બાબા વિશ્વનાથના ભવ્ય ધામ બનવાથી મુશ્કેલી છે. આ લોકોને અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું ભવ્ય મંદિર બનવાથી મુશ્કેલી છે. યોગીજીના નેતૃત્વમાં અહીં સરકાર બનતા પહેલા, પશ્ચિમ યુપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું હતું, તેનાથી તમે સારી રીતે પરિચિત છો. પહેલા અઙીં શું કહેવાતું હતું? દીવો બળે તો ઘરે પાછા આવી જાવ, કારણ કે સૂરજ ડૂબતો હતો, તો કટ્ટા લહેરાવનાર સડકો પર આવી જતા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે જ્યારે આખું યુપી એકસાથે આગળ વધે છે, તો દેશ આગળ વધે છે. માટે ડબલ એન્જિનની સરકારનું ફોકસ યુપીના વિકાસ પર છે. સૌનો સાથ-સૌનો વિકાસ-સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર સાથે અમે યુપીના વિકાસ માટે ઈમાનદારીથી પ્રયાસ કરી રહ્યા છીએ. તેમણે કહ્યુ છે કે પહેલા તો ખેડૂતોને બેન્કોમાં એન્ટ્રી મળતી ન હતી. પરંતુ હવે ખેડૂતોની કિંમત એમએસપી પર ખરીદવામાં આવે છે અને તેમના નાણાં સીધા તેમના ખાતામાં જમા થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે જે પણ સમાજમાં પાછળ છે, પછાત છે, તેમને સશક્ત કરવા, વિકાસનો લાભ તેમના સુધી પહોંચાડવા, અમારી સરકારની પ્રાથમિકતા છે. આ ભાવના અમારી કૃષિ નીતિમાં ખેડૂતો સાથે જોડાયેલી નીતિમાં પણ દેખાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે 5 વર્ષ પહેલા રાજ્યના કેટલાક વિસ્તારોમાં જ વીજળી મળતી હતી. ત્યારે વીજળી શોધવા પર પણ મળતી ન હતી. વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે આજે યુપીમાં સૌનું ભલું થાય છે. પહેલા જનતાના નાણાંનો દુરુપયોગ થતો હતો. તેમણે કહ્યુ છે કે તમે યાદ કરો પાંચ વર્ષ પહેલાના હાલ, રાજ્યના કેટલાક વિસ્તારોને બાદ કરતા અન્ય શહેરો અને ગામ-દેહાતમાં વીજળી શોધવાથી પણ મળતી ન હતી. ડબલ એન્જિનની સરકારે માત્ર યુપીમાં લગભગ 80 લાખ નિશુલ્ક વીજ કનેક્શન આપ્યા અને દરેક જિલ્લામાં પહેલા કરતા અનેકગણી વધારે વીજળી આપી રહી છે.
પીએમ મોદીએ કહ્યુ કે પહેલા આવી મોટી યોજનાઓ કાગળ પર એટલા માટે શરૂ થતી હતી, જેથી તે લોકો પોતાની તિજોરી ભરી શકે, આજે આ યોજનાઓ એટલા માટે શરૂ થઈ રહી છે, જેથી તમારું સામર્થ્ય વધે. વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે જ્યારે સામર્થ્ય વધે છે, તો સમૃદ્ધિ આપોઆપ આવવાનું શરૂ થઈ જાય છે. વડાપ્રધાને કહ્યુ છે કે યુપીમાં આઝે જે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે, તે એ દર્શાવે છે કે સંસાધનોનો યોગ્ય ઉફયોગ કરેવી રીતે કરવામાં આવે છે. પહેલા જનતાના નાણાંનો કેવો-કેવો ઉપયોગ થયો છે, તે તમે લોકો સારી રીતે જાણો છો. પરંતુ આજે યુપીના નાણાંને યુપીના વિકાસમાં લગાવાય રહ્યા છે. તેમણે કહ્યુ છે કે આ જે આજે યુપીમાં એક્સપ્રેસવેની જાળ બિછાવાય રહી છે, જે નવા એરપોર્ટ બનાવાય રહ્યા છે, નવા રેલવે રુટ બનાવાય રહ્યા છે, તે યુપીના લોકો માટે અનેક વરદાન એકસાથે લઈને આવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા એક્સપ્રેસવેનો શિલાન્યાસ કર્યા બાદ કહ્યુ કે આ એક્સપ્રેસવે યુપીમાં પ્રગતિનો નવો દ્વાર ખોલશે. તેમણે કહ્યુ છે કે મા ગંગા તમામ મંગળોની, સારી ઉન્નતિ પ્રગતિના સ્ત્રોત છે. મા ગંગા તમામ સુખ આપે છે અને તમામ પીડા હરી લે છે. તેવી જ રીતે ગંગા એક્સપ્રેસ વે પણ યુપીની પ્રગતિનો નવો દ્વાર ખોલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે હવે તે દિવસ દૂર નથી જ્યારે યુપીની ઓળખ દુનિયામાં નેક્સ્ટ જનરેશન સ્ટેટ તરીકે થશે. મહત્વપૂર્ણ છે કે યુપીના શાહજહાંપુર ખાતે 36200 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા 594 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસ વેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિલાન્યાસ કરાયો છે. આ એક્સપ્રેસ વે પર વાયુસેનાના વિમાનોના ઈમરજન્સી લેન્ડિંગ અને ટેકઓફ માટે 3.5 કિલોમીટરની એરસ્ટ્રીપ પણ હશે. આ એક્સપ્રેસ વે 12 જનપદ મેરઠ, હાપુડ, બુલંદશહર, અમરોહા, સંભલ, બદાયૂં, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજમાંથી પસાર થશે. આ એક્સપ્રેસ વે 6 લેનનો હશે, તેને બાદમાં વધારીને 8 લેન સુધીનો કરી શકાશે. આ એક્સપ્રેસ વે મે અત્યાર સુધીમં 94 ટકા જમીન સંપાદીત કરવામાં આવી છે. આ એક્સપ્રેસ વે યોજનામાં 140 નદી-પ્રવાહ-નહેર-નાળા સામેલ છે. તેના સિવાય એક્સપ્રેસ વે પર 7 ઓવરબ્રિજ, 14 મોટા પુલ, 126 નાના પુલ, 28 ફ્લાઈઓવર અને 946 પુલિયાંઓનું નિર્માણ કરવાનું પ્રસ્તાવિત છે. આ એક્સપ્રેસ વેના નિર્માણથી રોજગારના અવસરો પણ ઉભા થશે. અનુમાન પ્રમાણે, આ એક્સપ્રેસ વે યોજનાના નિર્માણ દરમિયાન લગભગ 12 હજાર વ્યક્તિઓને અસ્થાયીપણે નિયોજીત કરવામાં આવશે. જ્યારે ટોલ પ્લાઝાના નિર્માણથી લગભગ 100 લોકોને સ્થાયી નોકરીઓ મળશે.

