HomeGujaratગુજરાતી સિંગર દેવ પગલીએ રીલ્સની રેસમાં બાદશાહને પાછળ છોડ્યો

ગુજરાતી સિંગર દેવ પગલીએ રીલ્સની રેસમાં બાદશાહને પાછળ છોડ્યો

અમદાવાદ,શનિવાર

   દેવ પગલીએ રીલ્સની રેસમાં સિંગર બાદશાહને પણ પાછળ રાખી દીધા છે. હિન્દી સોંગ ‘ચાંદ વાલા મુખડા’ હાલમાં આખા દેશમાં ધૂમ મચાવી રહ્યું છે. આ હિન્દી ગીત ગાયું છે આપણા બે ગુજરાતી સિંગર્સ દેવ પગલી અને જિગર ઠાકોરે. આ જોડીએ ઇન્સ્ટાગ્રામ રીલ્સ બાબતે બાદશાહ, અક્ષય કુમાર સહિતના સ્ટાર અને સિંગર્સને પાછળ રાખી દીધા છે. આ સોંગની અત્યારસુધીમાં રેકોર્ડ બ્રેક 4.6 મિલિયન્સ રીલ્સ બની ચૂકી છે. બાદશાહના સોંગ ‘બચપન કા પ્યાર’ની ઇન્સ્ટાગ્રામમાં માત્ર 5 લાખ 85 હજાર જ રીલ્સ બની છે.

   ગુજરાતી સિંગર્સની આ જોડીએ રીલ્સની રેસમાં બૉલિવૂડના ખેલાડી અક્ષય કુમારને પણ પાછળ રાખી દીધા છે. અક્ષય કુમારના Filhaal2 Mohabbatના સોન્ગ ‘ એક વાત બતાઓ તો યાદોં મેં મરતે હો’ની 2.1 મિલિયન્સ રીલ્સ બની છે, જે ‘ચાંદ વાલા મુખડા’ સોંગની એક જ મહિનામાં બનેલી 4.6 મિલિયન્સ રીલ્સની સંખ્યા કરતાં અડધી જ છે. આખા દેશમાં આ સોંગે ધૂમ મચાવી છે ત્યારે દેવ પગલી રાતોરાત સ્ટાર બની ગયા છે, આથી હવે દેવ પગલીએ પોતાની ફી જે અત્યારસુધી રૂ.1 લાખ હતી એ વધારીને રૂ. 25 લાખથી રૂ. 30 લાખ સુધીની કરી દીધી છે. આ સોંગે તેની આગળ રિલીઝ થયેલાં અત્યારસુધીના અન્ય જાણીતા સિંગર્સનાં સોંગને પણ રીલ્સ બનવાની બાબતે પાછળ રાખી દીધા છે. YouTubeમાં પણ આ સોંગને અત્યારસુધીમાં 45 મિલિયન્સ લોકો નિહાળી ચૂક્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW