HomeGujaratઅમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સ્કૂલોમાં કોરોનાના કેસો સામે આવ્યા

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સ્કૂલોમાં કોરોનાના કેસો સામે આવ્યા

અમદાવાદ,શનિવાર

   ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડા બાદ ફરી એકવાર ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું છે. જોકે બાળકો સ્કૂલે પહોંચતાં જ હવે તેમનામાં કોરોનાના સંક્રમણના કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદની સ્કૂલોમાં પણ કોરોનાનું સંક્રમણ સામે આવી રહ્યું છે, જેમાં થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલની ધો.2ની વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવી છે. આ સાથે જ રાજ્યની સ્કૂલોમાં છેલ્લા 10 દિવસમાં 18 જેટલાં બાળકોના કોરોનાના કેસો સામે આવી ચૂક્યા છે. વિદ્યાર્થીઓ માટે હાલમાં ઓફલાઈન અને ઓનલાઈન બંને માધ્યમથી સ્કૂલ ચાલી રહી છે. સ્કૂલોમાં સામે આવેલા કોરોનાના નવા કેસોમાં સુરતમાં 9, અમદાવાદમાં 4, રાજકોટમાં 3 તથા 2 કેસ વડોદરામાં સામે આવી ચૂક્યા છે.

   છારોડીની નિરમા વિદ્યાવિહારમાં ત્રણ વિદ્યાર્થી અને થલતેજમાં આવેલી ઉદ્‌ગમ સ્કૂલની ધો.2ની વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવી છે. નિરમા વિદ્યાવિહારના ધો.5માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, ઉપરાંત એક જ પરિવારના ધો.9 અને 11ના વિદ્યાર્થીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સંચાલકોના જણાવ્યા અનુસાર, પિતાને ચેપ પછી બાળકો એક દિવસ સ્કૂલે આવ્યા હતા. વાલીએ સ્કૂલને કોરોનાના પોઝિટિવ રિપોર્ટ અંગે અગાઉ જાણ કરી ન હતી. સ્કૂલે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી છે અને 27 ડિસેમ્બર સુધી ઓફલાઇન વર્ગો બંધ કર્યા છે.

   રાજકોટની નચિકેતા સ્કૂલના એક વિદ્યાર્થીનો રિપોર્ટ બે દિવસ પહેલાં પોઝિટિવ આવતાં સ્કૂલ દ્વારા એક અઠવાડિયાની રજા જાહેર કરાઇ છે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની એક વિદ્યાર્થિની ઘરેથી ઓનલાઇન શિક્ષણ મેળવતી હતી તેને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. SNK સ્કૂલમાં ધો.10નાં ટ્વિન્સ ભાઇ-બહેન કોરોના પોઝિટિવ આવ્યાં છે, આથી સ્કૂલને એક અઠવાડિયું બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. સુરતમાં શાળાએ જતાં બાળકો કોરોના સંક્રમિત થયાં છે. સુરતની સંસ્કાર ભારતી શાળાના કુલ ત્રણ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળ્યા છે. રિવેરડાલે એકેડેમીના 4 વિદ્યાર્થી, ભૂલકા વિહાર સ્કૂલના 2 વિદ્યાર્થી, ડીપીએસ સ્કૂલના 2 વિદ્યાર્થી પણ કોરોના પોઝિટિવ મળ્યા છે. વડોદરામાં નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો ધો. 3નો વિદ્યાર્થી પોઝિટિવ મળી આવ્યા બાદ સ્કૂલના ઓફલાઈન ક્લાસીસને બંધ કરી દેવામાં આવ્યા છે. એવી જ રીતે સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલનો ધો.7નો વિદ્યાર્થી અને તેના પેરન્ટ્સ કોવિડ પોઝિટિવ આવ્યા બાદ સ્કૂલે તમામ ઓફલાઈન ક્લાસ બંધ કરી દીધા છે તેમજ શહેરની સંત કબીર સ્કૂલના ટીચર પણ પોઝિટિવ મળ્યા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW