નવી દિલ્હી, શુક્રવાર
સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રચાયેલા પંચ દ્વારા પેગાસસ જાસૂસીના આરોપોની તપાસ પર રોક લગાવી છે. મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે પેગાસસ કેસને લઈને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ મદન બી. લોકુરની અધ્યક્ષતામાં 2 સદસ્યોના પંચની રચના કરી હતી.
શુક્રવારે આ મામલામાં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તપાસ કમિટી પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે પંચને નોટિસ જાહેર કરીને ગ્લોબલ વિલેજ ફાઉન્ડેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જવાબ માંગ્યો છે. મહત્વપૂર્ણ છે કે અરજીમાં પંચની સ્થાપના કરનારી પશ્ચિમ બંગાળની સરકારને પડકારવામાં આવી છે. પેગાસસ મામલાની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે પશ્ચિમ બંગાળની સરકાર તરફથી રજૂ થયેલા વકીલ અભિષેક મનુ સિંઘવીને કહ્યુ હતુ કે તમે કહ્યુ હતુ કે તમે કંઈ નહીં કરો. આના પર સિંઘવીએ કહ્યુ હતુ કે કોર્ટના આદેશ મુજબ જ કંઈ કરી રહ્યા નથી. માટે કોર્ટે કોઈપણ પ્રકારની તપાસ પર રોક લગાવીને તપાસ પંચને નોટિસ જાહેર કરીને જવાબ આપવા જણાવ્યું છે. મહત્વપૂર્ણ છે કે પેગાસસ મામલાની તપાસ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રચિત જસ્ટિસ લોકુર પંચ નહીં કરે, કારણ કે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ લોકુર પંચની તપાસની કાર્યવાહી પર રોક લગાવી છે. મહત્વપૂર્ણ છે કે પંચ કાયદાકીય બૉડી છે, સરકાર તેને આદેશ જાહેર કરી શકે નહીં.

