HomeGujaratસૌરાષ્ટ્રમાં હજુ ત્રણ દિવસ રહેશે શીતલહેર, આ જિલ્લાઓમાં ઠંડી ભુક્કા બોલાવશે

સૌરાષ્ટ્રમાં હજુ ત્રણ દિવસ રહેશે શીતલહેર, આ જિલ્લાઓમાં ઠંડી ભુક્કા બોલાવશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગતસાંજથી જ બર્ફીલા ઠંડા પવનો ફુંકાતા જ્યાં જુવો ત્યાં ઠારની સ્થિતિનું સર્જન થયું છે. તો બીજી તરફ રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવ રહેશે તેવી આગાહી કરી છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજકોટમાં ગતસાંજથી બર્ફીલા પહાડી પવનો ફુંકાવાના કારણે શહેરમાં લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો હતો. આજે શહેરમાં તાપમાન 9 ડીગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત નલીયામાં પણ તાપમાનનો પારો 5 ડીગ્રી નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ પંથકમાં લઘુતમ તાપમાનનો પારો બે ડિગ્રી જેટલો ઉંચકાયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા બાદ આગામી ત્રણ દિવસ સુધી રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને પોરબંદરમાં હજુ ત્રણ દિવસ સુધી શીતલહેર જોવા મળશે. તેમજ રાત્રીના સમયે ઠંડા પવનો ફુંકાવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW