HomeGujaratહેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ...

હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી

 હેડ ક્લાર્ક પેપર લીક થયાના છ દિવસ બાદ આખરે ગુજરાત સરકારે પેપર ફૂટ્યાનો સ્વીકાર કર્યો છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં દસ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પેપર લીક કેસમાં દાખલારૂપ સજા આપવાની ગૃહ રાજ્યંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે. ત્યારે આખરે પેપર લીકના કૌભાંડીઓના નામ સામે આવી ગયા છે. તમામ 6 આરોપીઓને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે. પોલીસ જાપ્તામાં તેમને એસપીની ઓફિસમાં લાવવામા આવ્યા છે. લાખો રૂપિયા ખવડાવીને પેપર લીક કરનારા આ કૌભાંડીઓએ 88 હજાર યુવાનોના સપના રગદોળ્યા છે, જેઓ સરકારી નોકરી જોવાના ખ્વાબ જોતા હતા, અને તેના માટે અથાગ મહેનત કરી હતી. આ કૌભાંડીઓએ તેમની મહેનત પર પાણી ફેરવ્યુ છે.

 હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી છે, અને ગુનેગારોને કોઈ પણ ભોગ છોડવામાં નહીં આવે તેવું જણાવ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે CMના માર્ગદર્શન હેઠળ તપાસના આદેશ અપાવામાં આવ્યા છે અને પકડાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી અન્ય આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વધુમાં શંકાસ્પદ આરોપીઓ ભાગી ન શકે તે માટે વ્યવસ્થા કરાઈ છે, પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કલમ 406, 409, 420 120 મુજબ ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ થઈ છે.મહત્વનું છે કે મુખ્ય શંકાસ્પદ આરોપીએ પ્રશ્નપત્ર લીક કરી અલગ અલગ જગ્યાએ જઈને પેપર સોલ્વ કર્યું હતું. તમામ વ્યક્તિઓની ઘનિષ્ઠ તપાસ પોલીસ કરી રહી છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે રીતે કાર્યવાહી કરાશે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું છે.

પેપર લીકના કૌભાંડીઓના નામ
ધ્રુવ ભરતભાઈ બારોટ, બેરણા
મહેશ કમલેશભાઈ પટેલ, ન્યૂ રાણીપ, અમદાવાદ
ચિંતન પ્રવીણભાઈ પટેલ, પ્રાંતિજ
કુલદીપ નલીનભાઈ પટેલ, કાણીયોલ, હિંમતનગર
દર્શન કિરીટભાઈ વ્યાસ, મહાવીરનગર, હિંમતનગર
સુરેશ પટેલ

પ્રાંતિજમાં મોડી રાત્રે ફરિયાદ નોંધાઈ
  પેપર લીક મામલે મોડી રાત્રે પ્રાંતિજમાં FIR દાખલ કરવામા આવી હતી. પેપર લીકમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે સરકાર તરફે આઈપીસી કલમ 406, 409, 420, 120 મુજબ ગુનો દાખલ કરાયો છે. FIR માં 10 લોકો આરોપી તરીકે પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાંથી 10 માંથી 6 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. આ કેસમાં હજી 4 આરોપીની શોધખોળ ચાલુ છે. FIR માં વધુ નામો ખુલે તો તેમને પણ આરોપી બનાવવાનો ઉલ્લેખ કરાયો છે.

પરીક્ષાર્થીઓનો પ્રશ્ન, મોટા માથાના નામ પણ આપો
  અન્ય ઉમેદવારોની માંગ છે કે, આ લોકોના ચહેરા સામે લાવવા જોઈએ, અને તેમની આકરી સજા થવી જોઈએ. સાથે જ પરીક્ષાર્થીઓને મોટા માથાઓની સંડોવણી હોવાનું પણ સ્પષ્ટપણે જણાય છે. તેમનુ કહેવુ છે કે, આટલા મોટાપાયે પેપર લીક થયુ હોય તો સરકારમાંથી પણ કોઈને સંડોવણી જરૂર હોઈ શકે છે. જેમના નામ પણ બહાર આવવા જોઈએ અને તેમને સજા કરવી જોઈએ. માત્ર વિદ્યાર્થીઓ દ્વારા જ પેપર લીક થયુ હોય તે શક્ય નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW