નવી દિલ્હી, શુક્રવાર
ભૂટાન સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂટાનનું સર્વેચ્ચ નાગરિક સમ્માન નગદગ પેલ જી ખોરલોથી સમ્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. આ જાણકારી ભૂટાનના વડાપ્રધાન લોટે શેરિંગે આપી છે.
ભૂટાનના વડાપ્રધાન લોટે શેરિંગે કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત કેટલાક વર્ષોમાં બિનશરતી મિત્રતા નિભાવ છે અને કોરોના વાઈરસની મહામારી દરમિયાન બેહદ મદદ કરી છે. શેરિંગે કહ્યુ છે કે તેમણે વડાપ્રધાન મોદીને એક આધ્યાત્મિક વ્યક્તિ તરીકે જોયા છે. મહત્વપૂર્ણ છે કે 2014માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલી વિદેશ યાત્રા ભૂટાનની કરી હતી. 2019માં બીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા બાદ પણ ઓગસ્ટમાં મોદીએ ભૂટાનની મુલાકાત લીધી હતી. તાજેતરના વર્ષોમાં ભારત અને ભૂટાન વચ્ચેના સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે. એક્સપર્ટ્સનું માનવું છે કે આ કારણોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂટાનનું સર્વોચ્ચ નાગરિક સમ્માન આપવાની ઘોષણા કરવામાં આવી છે.

