વોશિંગ્ટન, શુક્રવાર
પાકિસ્તાન આતંકવાદનો મુકાબલો કરવા અને જૈશ-એ-મોહમ્મદના સંસ્થાપક મસૂદ અઝહર અને લશ્કરે તૈયબાના સાજિદ મીર જેવા 2008ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ સહીતના આતંકીઓ વિરુદ્ધ ખટલો ચલાવવા માટે પુરતા પગલા ઉઠાવવામાં નિષ્ફળ રહ્યું છે. એક નવા અમેરિકન રિપોર્ટમાં આની જાણકારી આફવામાં આ છે. આ પ્રકારે પાકિસ્તાન આતંકવાદનો ગઢ બનતું જઈ રહ્યું છે અને ઈમરાનખાનની સરકાર આતંકવાદને રોકવામાં નિષ્ફળ રહી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને વિનાવિલંબે અથવા પક્ષપાત વગર તમામ આતંકવાદી જૂથોને ખતમ કરવાની પોતાની પ્રતિબદ્ધતામાં ઘણી જ મર્યાદીત પ્રગતિ પ્રાપ્ત કરી છે.
અમેરિકાના વિદેશ વિભાગે 2020 કન્ટ્રી રિપોર્ટ્સ ઓન ટેરરિઝ્મ રિપોર્ટમાં કહ્યું છે કે પાકિસ્તાને આતંકવાદનો મુકાબલો કરવા માટે પોતાની 2015ની રાષ્ટ્રીય કાર્ય યોજનાના સૌથી કઠિન પાસાઓ પર મર્યાદીત પ્રગતિ કરી છે. ખાસ કરીને કોઈપણ વિલંબ અથવા ભેદભાવ વગર તમામ આતંકી સંગઠનોને સમાપ્તકરવાના પોતાના વાયદા પર પાકિસ્તાન ટક્યું નથી. અમેરિકાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સુરક્ષા એજન્સીઓ આતંકી ખતરાને બાધિત કરવામાં પ્રભાવી રહી છે. તેની સાથે જ આતંકવાદની તપાસ સાથે સંબંધિત જાણકારીઓ માટે અમેરિકા દ્વારા કરવામાં આવતા અનુરોધોનો સમય પર ઢંગથી જવાબ આપે છે.
પાકિસ્તાનને લઈને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરીમાં અને પછી નવેમ્બરમાં, લાહોરની એક આતંકવાદ વિરોધી કોર્ટે લશ્કરે તૈયબાના સંસ્થાપક હાફિઝ શઈદને ટેરર ફંડિંગના ઘણાં મામલાઓમાં દોષિત ઠેરવ્યો અને તેને પાંચ વર્ષ, છ માસની જેલની સજા ફટકારી હતી. પરંતુ અન્ય આતંકીઓ વિરદ્ધ કાર્યવાહીમાં નિષ્ફળ રહી છે. તેના પછી રિપોર્ટમાં ગત વર્ષ પાકિસ્તાનમાં થયેલા આતંકી હુમલાની જાણકારી આપવામાં આવી છે. તેમા ક્વેટામાં થયેલો એક હુમલો પણ સામેલ હતો. આ હુમલામાં 15 લોકોના મોત નીપજ્યા હતા અને અન્ય 18 ઘાયલ થયા હતા. ઈસ્લાનિક સ્ટેટે હુમલાની જવાબદારી લીધી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 29 જૂને બલૂચિસ્તાન લિબરેશન આર્મીના ચાર આતંકીઓએ બંદૂક અને ગ્રેનેડ લઈને કરાચીમાં પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની સુરક્ષા બેરિયર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં આઠ લોકોના મોત નીપજ્યા હતા. તો 27 ઓક્ટોબરે પેશાવરની એખ મદરસામાં એક ધાર્મિક સંબોધન દરમિયાન પાંચ કિલોગ્રામનો આઈઈડી વિસ્ફોટ થયો હતો. તેમાં આઠ લોકોના મોત નીપજ્યા હતા અને 136 અન્ય ઘાયલ થયા હતા. વિદેશ વિભાગના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાનમાં કેટલાક મદરસા હિંસક કટ્ટરપંથી સિદ્ધાંતો ભણાવી રહી છે. જો કે તેમા આ સંસ્થાઓને રેગ્યુલેટ કરવા માટે ત્યાની સરકાર દ્વારા ઉઠાવાયેલા પગલાનો ઉલ્લેખ છે.

