HomeGujaratલદાખને મળ્યું પહેલું પ્રાઈવેટ FM રેડિયો સ્ટેશન

લદાખને મળ્યું પહેલું પ્રાઈવેટ FM રેડિયો સ્ટેશન

અમદાવાદ,બુધવાર

   લેહમાં ‘ટોપ એફએમ’ રેડિયો સેવા શરૂ કરવામાં આવી હતી અને તેની સાથે લદ્દાખને તેનું પ્રથમ એફએમ રેડિયો સ્ટેશન મળ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે લદ્દાખના સલાહકાર ઉમંગ નરુલાએ આ રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે લેહ અને કારગીલમાં આ સેવાની ફ્રીક્વન્સી 91.1 FM હશે. નરુલાએ આ માટે ‘સમભાવ મીડિયા ગ્રુપ’ને અભિનંદન આપ્યા અને કહ્યું કે આ એક અદભૂત પગલું છે અને મનોરંજન અને માહિતીનો નવો સ્ત્રોત છે.

   અમદાવાદના જાણીતા સમભાવ ગ્રુપના TOP FM દ્વારા લદાખમાં રેડિયો સ્ટેશન લૉન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં પોતાના રેડિયો સ્ટેશન ધરાવતા ટોપ એફ એમનું આ 13મું સ્ટેશન છે. લદાખમાં સમભાવ ગૃપનું લૉન્ચ થયેલું TOP FM અહીંનું પહેલું ખાનગી રેડિયો સ્ટેશન બન્યું છે. લેહ અને કારગિલની 50 કિ.મી.ની ત્રિજ્યામાં TOP FM – 91.1 ફ્રિકવન્સી ઉપર સાંભળી શકાશે. આ પ્રસંગે લદાખના એડવાઇઝર ઉમંગ નરુલા ખાસ હાજરી આપી રેડિયો સ્ટેશનનું લૉન્ચિંગ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે આ લૉન્ચિંગ સાથે હવે કેન્દ્રસાશિત પ્રદેશ લદાખમાં TOP FMના બે રેડિયો સ્ટેશન થઈ ગયા છે. ઉમંગ નરુલાએ કહ્યું હતું કે TOP FMના આ પ્રયાસથી લદાખના લોકોને માહિતી અને મનોરંજનનો ખજાનો મળશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW