HomeGujaratમામૂલી બઢત સાથે ખુલ્યું શેરબજાર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈટીસી-પાવરગ્રિડ કોર્પના શેરોમાં તેજી

મામૂલી બઢત સાથે ખુલ્યું શેરબજાર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈટીસી-પાવરગ્રિડ કોર્પના શેરોમાં તેજી

મુંબઈ, બુધવાર

  શેરબજાર બુધવારે તેજી સાથે ખુલ્યા છે. બીએસઈ ઈન્ડેક્સ સેન્સેક્સ 68.55 અંક એટલે કે 0.12 ટકાની બઢત સાથે 58185.64ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ આજે 12.05 અંક એટલે કે 0.07 ટકાની મામૂલી બઢત સાથે 17336.95ના સ્તરે ખુલ્યો હતો.

   નબળા ગ્લોબલ સંકેતો વચ્ચે પ્રી-ઓપનિંગમાં શેરબજારની કમજોર શરૂઆત થઈ હતી. સેન્સેક્સ સવારે 10.24 કલાકે 263.66 અંકના ઘટાડા સાથે 57853.43 પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે સવારે 10.25 કલાકે નિફ્ટી 87 અંકના ઘટાડા સાથે 17237.90ના સ્તરે કારોબાર કરી રહ્યો હતો. બુધવારે શેરબજારના પ્રારંભિક કારોબારમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈટીસી, પાવરગ્રિડ કોર્પ, એક્સિસ બેંક અને સિપ્લા નિફ્ટી ટોપગેનર છે. તો ઓએનજીસી, ડિવિસ લેબ્સ, ટીસીએસ, ઈન્ફોસિસ અને ડોક્ટર રેડ્ડીઝ લેબ્સ ટોપ લૂઝર છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW