દર શુક્રવારે NCB ઓફિસમાં નહીં આવી શકે શાહરૂખ પુત્ર આર્યન, કોર્ટે આપી દીધી આ રાહત
NCB ઓફિસમાં હાજરી આપવાના મામલે આર્યનને વધુ એક મોટી રાહત મળી છે. કોર્ટે આર્યન ખાનની અરજી સ્વીકારી અને તેની તરફેણમાં ચુકાદો આપ્યો. હવે આર્યનને દર શુક્રવારે NCB ઓફિસમાં જવું પડશે નહીં. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શરતી જામીન મળી ગયા છે, પરંતુ તેણે દર શુક્રવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBની ઑફિસમાં હાજરી આપવી પડતી હતી. હવે આર્યનને હાજરી આપવા માટે દર શુક્રવારે NCB ઓફિસ જવું પડશે નહીં. કોર્ટે એની તરફેણમાં ચૂકાદો આપીને રાહત આપી દીધી છે.
આર્યન ખાન વતી બોમ્બે હાઈકોર્ટમાં જામીનમાં સુધારાને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી. અરજી અનુસાર, સુધારામાં દર શુક્રવારે NCB ઓફિસમાં હાજરી દૂર કરવાની વિનંતી કરવામાં આવી હતી. આર્યનના વકીલ અમિત દેસાઈ અને એનસીબીના વકીલ શ્રીરામ શિરથ આ મામલે કોર્ટમાં હાજર રહ્યા હતા. 28 ઓક્ટોબરે જામીન મળ્યા બાદ કોર્ટે આર્યનને દર શુક્રવારે સવારે 11 થી 2 વાગ્યા સુધી NCB ઓફિસે હાજરી માટે જવા માટેનો આદેશ આપ્યો હતો. આર્યને આ આદેશનું પાલન કરી તા.5, 12, 19, 26 અને 3 ડીસેમ્બર તથા 10 ડીસેમ્બરના રોજ ખાસ હાજરી આપી હતી. આર્યને પોતાના જન્મદિવસ ઉપર પણ NCB ઓફિસે પહોંચીને હાજરી પૂરાવી હતી. અમિત દેસાઈએ કોર્ટમાં દલીલ કરતા કહ્યું હતું કે, આ એક નાનકડું રીસર્ચ છે. એ લોકો સંપૂર્ણ રીતે NCBને સહયોગ આપશે. જ્યારે તેઓ બોલાવશે ત્યારે આર્યન ત્યાં હાજરી આપશે. હજુ પણ દિલ્હીમાં તપાસ ચાલું છે. જો તેઓ એવું ઈચ્છે છે કે, આર્યન દિલ્હી હાજરી માટે જાય તો એ દિલ્હી હાજરી માટે પણ જશે. આર્યન આ માટે તૈયાર છે. અત્યારે જ્યારે આર્યનને NCB ઓફિસે હાજરી આપવા માટે જવાનું થાય છે ત્યારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો સુરક્ષા હેતું ખડે પગે રહે છે. અમે એવું ઈચ્છીએ છીએ કે, પોલીસ એનું કામ કરે જ્યાં પોલીસની વધારે જરૂર છે. ખાસ કરીને મુંબઈના બીજા વિસ્તારોમાં.
જોકે, NCB તરફથી પણ આ સંશોધનનો કોઈ રીતે વિરોધ કરવામાં આવ્યો નથી. વકીલ શ્રીરામે કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે, આર્યન આ અંગે પણ કો ઓપરેટ કરે. મુંબઈ હોય કે દિલ્હી જ્યાં એમને બોલાવવામાં આવે તો તે જાય અને હાજરી નોંધાવે. આર્યન ખાને બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજીમાં સંશોધન કરવા અંગે કહ્યું હતું કે, SIT NCB એ એમને બે વખત સમન્સ પાઠવ્યું હતું. પહેલું તા.7 નવેમ્બર બીજું તા.12 નવેમ્બરના રોજ. આર્યને તા.12 નવેમ્બરના સમન્સનો જવાબ આપ્યો હતો. હાજરી પણ નોંધાવી હતી. તા.12 નવેમ્બર બાદ કોઈ પ્રકારનું એનું નિવેદન નોંધાયું નથી. આ કેસ હવે દિલ્હીથી તપાસ એન્જસી જોઈ રહી છે. આ ઉપરાંત અરજીમાં એવો પણ ઉલ્લેખ હતો કે, જ્યારે પણ આર્યન હાજરી માટે જાય છે તો મોટી સંખ્યામાં મીડિયા રીપોર્ટ્સ હોય છે. એના ફોટા પાડે છે અને સવાલ પણ કરે છે. આ માટે પોલીસ રાખવી પડે છે ખરેખર પોલીસની જરૂર મુંબઈના બીજા વિસ્તારોમાં પણ છે. આટલી દલીલ બાદ કોર્ટે સંસોધનની માગ પર મહોર મારી દીધી હતી. આર્યન ખાનને સમન્સ મોકલતા પહેલા 72 કલાકમાં એક નોટિસ મોકલવી પડશે. આ માટે જો આર્યન શહેની બહાર જશે તો NCBને ખાસ જાણ કરવી પડશે.

