HomeGujaratમોરબી: છેતરપિંડીના ગુનામાં નાસતો-ફરતો આરોપી સુરતથી ઝડપાયો

મોરબી: છેતરપિંડીના ગુનામાં નાસતો-ફરતો આરોપી સુરતથી ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને સુરતમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.

મળતી માહિતી મુજબ, છેતરપીંડીના ગુનામાં વોન્ટેડ આરોપી અલ્પેશ વિનોદભાઈ ચૌધરી, રહે. સયાન પ્લોટ નં. 224, નિશાળ ફળિયું, સેખપુર રોડ, સુરત, પોતાના રહેઠાણે હાજર હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે સુરત ખાતે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે દરોડો પાડી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને મોરબી લાવી વધુ પૂછપરછ તેમજ ગુનાની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW