HomeGujaratહેડ ક્લાર્ક પેપરલીક મામલે રાજ્ય સરકાર સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું...

હેડ ક્લાર્ક પેપરલીક મામલે રાજ્ય સરકાર સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું હલ્લાબોલ 

ગાંધીનગર, બુધવાર

   ગૌણ સેવા મંડળનું હેડ ક્લાર્કનું પેપર લીક થવા મામલે રાજકારણ ગરમાયું છે અને ભાજપ સરકાર ઉપર કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ હલ્લાબોલ કર્યું છે. ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે બેઠક યોજાઈ હતી અને પેપર લીક મામલે તપાસના આદેશ અપાયા છે. સાબરકાંઠા પોલીસે જુદી જુદી ૧૬ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. બીજી તરફ ગૌણ સેવા મંડળના ચેરમેન એક જ રટણ કરે છે કે, અમને કોઈ ઠોસ પૂરાવા મળ્યા નથી અને પુરાવા મળશે પછી જ ફરિયાદ કરવામાં આવશે અને કોઈને પણ છોડવામાં આવશે નહી. દર વખતે ચેરમેન ઠોસ પૂરાવાના પિપૂડા વગાડી રહ્યા છે અને હોંશિયાર ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. આ મામલે કોંગ્રેસે પણ આકરા પ્રહાર કર્યા છે તો આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું અને ઉમેદવારોને ન્યાય અપાવવા માગણી કરી હતી. 

  ગૌણ સેવા મંડળનું હેડ ક્લાર્કનું પેપર સાબરકાંઠાના પ્રાંતિજમાંથી લીક થયા બાદ આમ આદમી પાર્ટી દ્વારા પુરાવા મીડિયાને અપાયા હતા. આમ છતાં બે દિવસ પછી મંડળના ચેરમેને ભેદી મૌૈન સેવ્યું હતું. મીડિયામાં ભારે હોહા થતાં ચેરમેન અસિત વોરાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને તેમાં એક જ રટણ કર્યું હતું કે, અમને કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી. અસિત વોરા પત્રકારોના જવાબ આપવાથી પણ ભાગ્યા હતા અને સતત મૌન સેવ્યું હતું. આ તરફ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે, આ પહેલું પેપર નથી કે લીક થયું હોય, અગાઉ અનેક પેપર લીક થયા છે.

   સરકાર માહિતી આપનારને જેલમાં પૂરી દે છે, સરકારી આડકતરી રીતે ગુનેગારોને છાવરી રહી છે. બીજી તરફ સુરતમાં આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કહ્યું કે, ભાજપની સરકાર ચોર છે અને હોંશિયાર ઉમેદવારોને અન્યાય કરી રહી છે, 2014થી પેપર લીક થઈ રહ્યા છે અને આ ૯મું પેપર લીક થયું છે પણ હજુ સુધી કોઈ દોષિતને સજા થઈ નથી. હેડ ક્લાર્કનું પેપર લીક થયા મામલે રાજકારણ ગરમાયું છે ત્યારે સરકાર તરફથી હજુ કોઈ નિવેદન સામે આવ્યું નથી. પ્રેસ કોન્ફરન્સમાં ચેરમેન અસિત વોરા સતત એક જ વાતનું રટણ કરતા હતા કે અમને હજુ સુધી કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નથી. પુરાવા માટે મંડળ કયા શુભ ચોઘડીયાની રાહ જાેઈ રહી છે તે ચર્ચાનો વિષય છે. સ્ટ્રોંગરૂમમાં કડક સુરક્ષા હેઠળ પેપર રાખવામાં આવતા હોવા છતાં જ્યારે લીક થાય છે ત્યારે તેની વિશ્વસનીયતા સામે સવાલ ઊભા થાય છે. ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરા બે દિવસ સુધી મીડિયાની સામે આવ્યા નહોતા અને મામલો ઉગ્ર બનતાં આખરે મીડિયા સામે આવવાની ફરજ પડી હતી. ગૃહ રાજ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે પરંતુ, સત્ય બહાર આવશે કે કેમ તેના ઉપર ઉમેદવારોની નજર મંડાયેલી છે. ભૂતકાળમાં પેપરલીક થયા હતા પણ આજ સુધી પેપર લીક કરનારા આકા સામે આવ્યા નથી. ગૌણ સેવા પસંદગી મંડળ પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે અને ઉમેદવારો તેનાથી ભારોભાર નારાજ જાેવા મળી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW