દૂનિયામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે. ત્યારે આજે બ્રિટનમાં ઓમિક્રોનથી મોતનો પહેલો કેસ સામે આવ્યો છે. જેના કારણે દૂનિયાના તમામ વૈજ્ઞાનિકોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે અને નવો વેરિયન્ટ કોરોના કરતા વધારે ઘાતક બની શકે તેવી પણ આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ફેલાવો થઈ ચુક્યો છે. જો કે અત્યારસુધીમાં કોઈ મોત સામે આવ્યું હતું નહીં. ત્યારે આજે બ્રિટનમાં ઓમિક્રોન વાયરસના કારણે એકનું મોત નીપજ્યું હોવાનું બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસને કહ્યું હતું. આ અંગેની માહિતી તેમણે ટ્વિટ કરીને આપી છે.
British Prime Minister Boris Johnson said on Monday the first patient had died after contracting the #Omicron variant of the #coronavirus: Reuters
— ANI (@ANI) December 13, 2021
અત્રે ઉલ્લેખનીય છે કે, યુકેમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યાં છે. ઓમિક્રોનનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો. ત્યારબાદ યુકેમાં આશરે 1500થી વધારે લોકો ઓમિક્રોનથી સંક્રમિત મળી આવ્યાં હતાં. આજે ઓમિક્રોન વેરિયન્ટથી વિશ્વનું પહેલું મોત નીપજતા વૈજ્ઞાનિકોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
We are a great country. We have the vaccines to protect our people.
— Boris Johnson (@BorisJohnson) December 12, 2021
So let’s do it. Let’s Get Boosted Now.
Get Boosted Now for yourself, for your friends and your family.
Get Boosted Now to protect our NHS, our freedoms and our way of life.https://t.co/I3YTZWggJb pic.twitter.com/JbWPGFrvma
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી વૈજ્ઞાનિકો પણ ડરી રહ્યાં છે. WHOએ આ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે. બ્રિટનમાં થયેલા એક અભ્યાસ બાદ ચેતવણી પણ આપવામાં આવી હતી કે, જો તકેદારી નહીં રાખવામાં આવે ચો ઓમિક્રોનથી એપ્રિલ મહિનામાં બ્રિટનમાં 25થી 75 હજાર લોકોના મોત નીપજી શકે છે. કોરોનાના ઘાતક વેરિયન્ટના જોખમના પગલે ઈંગ્લેન્ડમાં 30 અને તેથી વધુ ઉંમરના લોકોને કોવિડ-19 રસીનો બુસ્ટર ડોઝ આપવા માટે બુકીંગ શરૂ કરી દેવાયું છે. લંડનમાં રસીકરણ ક્લિનીકની મુલાકાત સમયે બોરિસ જ્હોનસને જણાવ્યું હતું કે, દેશમાં ઓમિક્રોન સંક્રમિતોને હોસ્પિટલોમાં દાખલ થવાના કેસ આવ્યાં છે.

