લંડન, સોમવાર
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ આખી દુનિયામાં વધી રહ્યા છે. દુનિયાભરના વૈજ્ઞાનિકોને ડર છે કે ક્યાંક કોવિડનો આ નવો વેરિએન્ટ દુનિયામાં ફરી એકવાર મહામારીને ખતરનાક બનાવી ન દો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પણ ઓમિક્રોનને વેરિએન્ટ ઓફ કંસર્નની શ્રેણીમાં મૂકી ચુક્યું છે. નવા વેરિએન્ટ પર હવે યુકેના વૈજ્ઞાનિકોની એક નવી સ્ટડી સામે આવી છે, તેનો નિષ્કર્ષ ડરાવનારો છે.
આ સ્ટડીમાં ચેતવણી આપવામાં આવી છે કે જો સુરક્ષાના વધુ ઉપાય નહીં કરવામાં આવે, તો આગામી વર્ષે એપ્રિલ સુધીમાં યુકેમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટથી 25 હજારથી 75 હજારના મોતની શક્યતા છે. આ સ્ટડી લંડન સ્કૂલ ઓફ હાઈઝિન એન્ડ ટ્રોપિકલ મેડિસિન અને દક્ષિણ આફ્રિકાની સ્ટેલનબોશ યુનિવર્સિટીના રિસર્ચર્સે કરી છે. સ્ટડી પ્રમાણે, અન્ય દેશોની સરખામણીએ યુકેમાં ઓમિક્રોન વધુ ઝડપથી ફેલાય રહ્યો છે. અહીં દરરોજ આ વેરિએટના 600થી વધારે કેસ સામે આવી રહ્યા છે. આશંકા છે કે આ મામલા આનાથી પણ ઘણાં વધારે હોવાની સંભાવના છે. સ્ટડી પ્રમાણે, સૌથી સારી સ્થિતિમાં જો આપણે માની લઈએ કે ઈમ્યૂનથી ઓમિક્રોનથી બચવાની ક્ષમતા કમજોર થાય અને બૂસ્ટરના હાઈ ડોઝ પ્રભાવી થઈ શકે, તો તેના પછી હોસ્પિટલમાં લોકોના ભરતી થવાનું પ્રમાણે 60 ટકા સુધી પહોંચવાની શક્યતા છે.
સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે પુરાવાથી ખબર પડે છે કે ઈંગ્લેન્ડમાં ઓમિક્રોન B.1.1.1.529 વેરિએન્ટના કારણે સાર્સ-કોવ-2 ઝડપથી ફેલાશે. જો કડક ઉપાય નહીં કરવામાં આવે તો આલ્ફાની સરખામણીએ તેના કેસ વધારે ક્ષમતા સાથે વધશે. એવો અંદાજો ઓમિક્રોનના ઝડપથી ફેલાવવાની ક્ષમતા અને ઈમ્યુનિટીથી બચવાને કારણે લગાવાય રહ્યો છે.
ઓમિક્રોન વેરિએન્ટ યુરોપમાં ઝડપથી ફેલાય ગયો છે. ખાસ કરીને યુકે અને ડેનમાર્કમાં તેનું પ્રમાણ વધુ છે. જો કે હજી તેવા કોઈ સંકેત નથી કે તેના કારણે વધારે ગંભીર બીમારી થઈ શકે છે. અત્યાર સુધીના તમામ ડેટા પ્રમાણે, ડેલ્ટાની સરખામણીએ આ વેરિએન્ટના લક્ષણ ઘણાં હળવા રહે છે. પરંતુ જેમ જેમ તેના કેસ વધી રહ્યા છે, અંદાજો લગાવાય રહ્યો છે કે હોસ્પિટલોમાં ભરતી થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે. ભારતમાં પણ ઓમિક્રોન ઘણાં મોટા શહેરોમાં ફેલાતો જઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં તેના 38 કેસ સામે આવી ચુક્યા છે.
બ્રિટિશ એક્સપર્ટ્સના પ્રમાણે, આગામી સમયમાં દરેક માટે વેરિએન્ટ એક ગંભીર પડકાર બનવાનો છે. દક્ષિણ આફ્રિકા અને યુકેના ડેટા પ્રમાણે, આ વેરિએન્ટ બાળકોને વધારે ભોગ બનાવી રહ્યો છે. હવે અહીં જે બાળકો આવી રહ્યા છે, તેમા મધ્યમથી લઈને ગંભીર લક્ષણો જોવા મળી રહ્યા છે. તેમને ઓક્સિજન, સપોર્ટિવ થેરપી અને વધારે દિવસો સુધી હોસ્પિટલમાં રહેવાની જરૂરત પડી રહી છે. તે પહેલાની સરખામણીએ વધારે બીમાર થઈ રહ્યા છે. જ્યારે કોરોનાના પાછલા જેટલા પણ વેરિએન્ટ્સ આવ્યા છે, તેની બાળકો પર ઘણી હળવી અથવા બિલકુલ પણ લક્ષણ દેખાયા નથી. તો બાળકોમાં તાવ, સતત ખાંસવું, થાક, માથું દુખવું, ગળામાં ખરાશ અને ભૂખ નહીં લાગવા જેવી સમસ્યાઓ થઈ રહી છે.
WHO પણ સતત દુનિયાને આ નવા વેરિએન્ટના ખતરાથી સાવચેત કરી રહ્યું છે. WHOનું કહેવું છે કે ઓમિક્રોન ખૂબ ઝડપથી ફેલાય છે અને તેમાં વેક્સિનની અસરકારકતા ઓછી કરવાની ક્ષમતા છે. હાલ ડેટા જણાવે છે કે ઓમિક્રોન કોઈ ગંભીર બીમારીનું કારણ બનતો નથી. પરંતુ હળવા લક્ષણો અથવા એસિમ્ટોમેટિક મામલા એક અલગ પ્રકારનો પડકાર વધારી રહ્યા છે. WHOનું કહેવું છે કે હાલના આંકડા જણાવે છે કે કમ્યુનિટી ટ્રાન્સમિશન થવા પર નવા વેરિએન્ટ ડેલ્ટાથી પણ આગળ નીકળી શકે છે.

