HomeNationalગુજરાત સરકારે કોરોનાથી મૃત્યુના આંકડામાં કર્યો 10000નો વધારો, મૃત્યુઆંકમાં દેશભરમાં 2% વધ્યા

ગુજરાત સરકારે કોરોનાથી મૃત્યુના આંકડામાં કર્યો 10000નો વધારો, મૃત્યુઆંકમાં દેશભરમાં 2% વધ્યા

નવી દિલ્હી, સોમવાર

   ગુજરાત સરકારે કોરોનાથી જીવ ગુમાવનારાઓના ડેટાને અપડેટ કર્યો છે. રાજ્ય સરકારે જૂના આંકડામાં લગભગ 10000 મોતનો નવો ડેટા સામેલ કર્યો છે. તેનાથી ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યામાં ઝડપથી વધીને 19964 થઈ છે, જે પહેલા 10098 જ હતી. ગુજરાત સરકાર દ્વારા ડેટા અપડેટ કરવાને કારણે દેશભરમાં કોરોનાથી થયેલા મોતના આંકડામાં 2 ટકાનો વધારો થયો છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કારણે 4.85 લાખ લોકોના મોત નોંધાયા છે.

   ગુજરાત સરકાર તરફથી સુપ્રી કોર્ટમાં વધારવામાં આવેલા આ ડેટા સંદર્ભે જણાવવામાં આવ્યું છે. કોર્ટે રાજ્ય સરકારને કોરોનાથી મોતને ભેંટનારાઓને પરિવારજનોને મદદ માટે યોગ્ય ટેટા એકઠા કરવામાં માટે જમાવ્યું હતું. જેથી વધુમાં વધુ લોકોને મદદ મળી શકે. ગુજરાતમાં કોરોનાના ચેપથી મોતના બદલામાં વળતર માટે 34678 અરજી સરકાર પાસે આવી હતી. તેમાથી રાજ્યની ઓથોરિટીઝે 19964નો સ્વીકાર કર્યો છે. આના પહેલા કુલ આંકડો 10000થી પણ ઓછો સરકાર દ્વારા દર્શાવાયો હતો. સોમવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે કહ્યુ હતુ કે તેણે ઓલ ઈન્ડિયા રેડિયો અને સ્થાનિક રેડિયો સ્ટેશનોના માધ્યમથી આ ડેટા તૈયાર કર્યો છે.

   આના પર કોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું હતું કે આખરે રેડિયોના સમાચાર કોણ સાંભળે છે. મૃતકોના પરિવારજનોને વળતરની રકમ મળવામાં વિલંબના સવાલ પર રાજ્ સરકારે આ જવાબ આપ્યો હતો. તેના પર કોર્ટે ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આખરે તમે સ્થાનિક અખબારોમાં જાહેરાત કેમ આપી નથી. તમે લોકોને કેવી રીતે સ્કીમ સંદર્ભે જણાવશો. શું તે 50 હજારની રકમ માટે રાહ જોશે. તમામ અખબારોમાં યોગ્ય રીતે જાહેરાત આપવી જોઈએ. આના સિવાય અખબારો અને સ્થાનિક ચેનલોમાં પણ આ જાણકારી આવવી જોઈએ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW