HomeGujaratકેસ પાછા ખેંચવા મામલે કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મહત્વનું નિવેદન સામે આવ્યું

કેસ પાછા ખેંચવા મામલે કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મહત્વનું નિવેદન સામે આવ્યું

ગાંધીનગર,રવિવાર

   ભાજપના તમામ પાટીદાર સાંસદોએ સમાજની મુખ્ય રજૂઆતને સીએમ સુધી પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. સરકાર તાત્કાલિક અનામત અંદોલન સમયના કેસો પાછા ખેંચે તેવી રજૂઆત કરવા ભાજપના તમામ પાટીદાર સાંસદો દિલ્હીથી સીધા જ ગાંધીનગર પહોંચ્યાં હતા. એકસાથે CMને રજૂઆત કરી બાકી રહેલા 140 કેસો પાછા ખેચવા તેમજ અનામત વખતે જીવ ગુમાવેલા પાટીદાર નેતાઓના પરિવારમાંથી કોઈને સરકારી નોકરી આપવા રજૂઆત કરવામાં આવી છે. બેઠક બાદ સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું હતું કે અનામત આંદોલન વખતે પાટીદાર સમાજની સાથે અન્ય સમાજની લાગણી પણ દુભાણી હોય તો તેમના પણ કેસ પરત ખેંચવાની રજૂઆત કરી છે.ત્યારે કેસ પાછા ખેંચવામાં આવે તેવી માંગ ઉઠી છે ત્યારે કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. પાટીદારો સામે કેસ પાછા ખેંચવાના મામલે કાયદા મંત્રી કહ્યું છે કે સરકારને કેસ પાછા ખેંચવાનો અધિકાર છે. ગંભીર કેસ માટે હાઇકોર્ટની મંજૂરી લેવાની હોય છે. કેસ પરત ખેંચવાની પ્રક્રિયા મારી કક્ષાએ નથી આ પ્રક્રિયા મુખ્યમંત્રી કક્ષાએ છે. મારી કક્ષાએ નિર્ણય લેવાનો હશે ત્યારે હકારાત્મક નિર્ણય લઇશ.તેમ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.

  SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે CMને પત્ર લખી ગુજરાતમાં તમામ આંદોલન સંબંધિત કેસ પરત ખેંચવાની માગ કરી છે સાથે જ કરણીસેના આંદોલન,ખેડૂત આંદોલનના કેસ પરત ખેંચવામાં આવે એટલું જ નહીં વિદ્યાર્થીઓનું આંદોલન,LRD ભરતી આંદોલનમાં થયેલા કેસ પરત ખેંચવા માગ તેવું માંગ કરી છે.લાલાજી પટેલે પત્રમાં કહ્યું છે ગુજરાતમાં તમામ જાતિ,ધર્મના લોકોને ન્યાય માટે આંદોલનનો અધિકાર છે.

  પાટીદાર સમાજ બાદ અન્ય સમાજોએ પણ કરી માંગણી કરી છે, રાજપૂત કરણીસેનાના પ્રદેશ પ્રમુખ જે પી જાડેજાએ પદ્માવત ફિલ્મ સમયના કેસો પરત ખેંચવા આવે તેવી માંગ કરી છે.રાજ્ય સરકારે પાટીદાર યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવાની તૈયારી દર્શાવી છે.કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, આગામી વિધાનસભાની 2022ની ચૂંટણીમાં હારના ડરના કારણે ભાજપ કેસો પાછા ખેંચવા તૈયારી કરી રહ્યું છે. પાટીદાર સમાજના આંદોલનકારીઓ ઉપર કરેલા કેસ પરત ખેંચવા એ ભાજપની કૃપા નહીં પરંતુ મજબૂરી છે. ભાજપ પાટીદાર સમાજ પર કૃપાના નામે પ્રાયશ્ચિત કરવાની ભાવના વ્યક્ત કરી રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW