HomeGujaratએડહોક ક્લેમ સેટલમેન્ટ, પ્રમોશન, કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા જેવી માંઞણી સંદર્ભે રાજ્યના...

એડહોક ક્લેમ સેટલમેન્ટ, પ્રમોશન, કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા જેવી માંઞણી સંદર્ભે રાજ્યના 10,000 સિનિયર તબીબોની કાલથી હડતાલ

અમદાવાદ, રવિવાર

   રાજ્યભરની મેડિકલ કોલેજ અને તેની સાથે જોડાયેલી સંખ્યાબંધ હોસ્પિટલોમાં ફરજ બજાવતા સિનિયર ડોક્ટરોએ પોતાની પડતર માગણીઓનો સાત-સાત મહિનાથી ઉકેલ ન આવતા છેવટે હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 350 સહિત રાજ્યભરના 10 હજાર જેટલા સિનિયર ડોક્ટરો આવતીકાલે 13મી ડિસેમ્બર સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જશે. આ હડતાલથી સિવિલ સહિત મેડિકલ કોલેજો સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં તબીબી સેવા ખોરવાશે અને દર્દીઓને હાલાકી ભોગવવી પડે તેવી શક્યતા છે.

   ગુજરાત મેડિકલ એસોસિએશનના પ્રમુખ રજનીશ પટેલે જણાવ્યું કે, એસોસિએશન સાથે જોડાયેલા રાજ્યની મેડિકલ કોલેજના તબીબી અધ્યાપકોની અનેક પડતર માગણીઓ અંગે ગત તા. 16 મે 2021ના રોજ સમાધાન થયું હતું. જેમાં સરકાર તરફથી તમામ માગણીઓનો અમલ બે મહિનામાં શરૂ કરી દેવામાં આવશે તેમ જણાવાયું હતું. જોકે, સમાધાનને 7 મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં એડહોક ક્લેમ સેટલમેન્ટ, પ્રમોશન આપવા, કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા સહિતની તબીબી અધ્યાપકોની પડતર માગણીઓ અંગે સ૨કા૨ ત૨ફથી કોઈ પગલા લેવામાં આવ્યા નથી, આથી, એમની આ વહીવટી નિષ્ફળતા ખુલ્લી પાડવા ફરી એકવાર હડતાલ પર જવાની જાહેરાત કરવામાં આવી છે. હજુ તાજેતરમાં જ જુનિયર ડોક્ટરોની હડતાલ સમેટાઈ છે ત્યારે ફરી એકવાર સિનિયર ડોક્ટરો હડતાલ પર જાય તો દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. (તસવીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW