HomeGujaratઝૂમ કૉલ દ્વારા 900 કર્મચારીઓની છટણી કરનારા બેટ ડૉટ કૉમના સીઈઓ વિશાલ...

ઝૂમ કૉલ દ્વારા 900 કર્મચારીઓની છટણી કરનારા બેટ ડૉટ કૉમના સીઈઓ વિશાલ ગર્ગને રજા પર ઉતારી દેવાયા

ન્યૂયોર્ક , શનિવાર

  ઝૂમ કોલ પર 900 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકનારા બેટર ડોટ કોમના ભારતીય મૂળના સીઈઓ વિશાલ ગર્ગને પણ તાત્કાલિક રજા પર ઉતારાય રહ્યા છે. કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના એક મેલથી આ જાણકારી મળી છે. આ રિપોર્ટ ન્યૂઝ એજન્સી પીટીઆઈએ આપ્યો છે. વિશાલ ગર્ગના સ્થાને હવે કંપનીના ચીફ ફાયનાન્શિયલ ઓફિસર કેવિન રયાન તેમનું કામકાજ સંભાળશે.

  બેટર ડોટ કોમ નેતૃત્વ અને સાંસ્કૃતિક મૂલ્યાંક કરવા માટે એક થર્ડ પાર્ટી ફર્મને કામ પર રાખી રહ્યું છે. તેની ભલામણોને કંપીમાં લાંબાગાળાની સ્થાયી અને સકારાત્મક સંસ્કૃતિ બનાવવા માટે ધ્યાનમાં રાખવામાં આવશે. કંપનીનું કહેવું છે કે અમે એક સકારાત્મક સંસ્કૃતિનું નિર્માણ કરવા માંગીએ છીએ. વિશાલ ગર્ગે તાજેતરમાં એક ઝૂમ કોલમાં 900 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. બાદમાં તેમનો વીડિયો સોશયલ મીડિયા પર વાઈરલ થયો અને દુનિયાભરમાં લોકોએ વિશાલ ગર્ગ અને બેટર ડોટ કોમની આકરી ટીકાઓ કરી હતી. તેના પછી કંપનીએ વિશાલને રજા પર મોકલવાનો નિર્ણય કર્યો છે.

   3 મિનિટના આ વીડિયો કોલમાં વિશાલે 900 કર્મચારીઓને ફાયર કરી દીધા હતા. ફાયર કરવામાં આવેલા આ 900 કર્મચારીઓ કંપનીના કુલ કર્મચારીઓના લગભગ 9 ટકા હતા. વિશાલ ગર્ગે આની પાછળ માર્કેટ ઈફિશિયન્સી, પર્ફોર્મન્સ અને પ્રોડક્ટિવિટીને કારણ ગણાવ્યા હતા. આ છટણી બાદ થયેલી ટીકાઓને કારણે કંપનીના ટોચના ત્રણ કર્મચારીઓએ કંપનીને રાજીનામું સોંપી દીધું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW