વાંકાનેર સિટી પોલીસે કોર્ટના સજા વોરંટથી બચવા માટે છેલ્લા દોઢેક વર્ષથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાતમી મુજબ સજા વોરંટ અને નોન-બેલેબલ વોરંટ ઇસ્યુ થયેલો આરોપી કેતન હિમત પરમાર વાંકાનેરની ભાટીયા સોસાયટી વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપી અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

