HomeNationalદેશે વીરતાનું મોટું રતન ગુમાવ્યું, ચોપર ક્રેશમાં જનરલ બિપિન રાવત, પત્ની મધુલિકા...

દેશે વીરતાનું મોટું રતન ગુમાવ્યું, ચોપર ક્રેશમાં જનરલ બિપિન રાવત, પત્ની મધુલિકા સહિત 13ના નિધન

નવી દિલ્હી,બુધવાર

   તમિલનાડુના કુન્નુરમાં આજે સવારે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત સહિત તેમની 13 લોકોનું શહીદ થયા છે.

   ઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી દીધી છે. ઈન્ડિયન એરફોર્સે ટ્વિટ કરીને કહ્યું છે કે, આ દુર્ઘટનામાં બિપિન રાવત સહિત 13 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે તેમની સ્થિતિ પણ ઘણી ગંભીર જણાવવામાં આવી છે. તામિલનાડુના કુન્નુરના જંગલમાં બુધવારે બપોરે લગભગ 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. ગાઢ જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા પછી એમાં આગ લાગી ગઈ હતી. એમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા સહિત સેનાના 14 ઓફિસર સવાર હતા. રિપોર્ટ્સ મુજબ, અત્યારસુધીમાં 13 મૃતદેહ મળ્યા છે.

સીડીએસ બિપિન રાવતનો પ્રોફાઇલ
– ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (સીડીએસ બિપિન રાવત)એ ભારતીય સેનાની સેવામાં લાંબો સમય વિતાવ્યો છે, તેઓ ઊંચાઈ પર લડવામાં નિષ્ણાંત રહ્યાં છે
– બિપીન રાવત આર્મીમાં ઉંચાઈની લડાઈ અને બળવાખોરી વિરોઘી કામગીરીના નિષ્ણાંત તરીકે ઓળખાય છે.
-2016માં ઉરીમાં સૈન્ય શિબિર પર થયેલા આંતકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં આંતકવાદી શિબિરોને નષ્ટ કરવા માટે આવેલી સર્જીકલ સ્ટ્રાઈક આર્મી ચીફ જનરલ બિપિન રાવતની આગેવાનીમાં કરવામાં આવી હતી
-આર્મી સર્વિસ દરમિયાન તેમણે એલઓસી, ચાઈના બોર્ડર અને નોર્થ ઈસ્ટમાં લાંબો સમય વિતાવ્યો છે.
-બિપિન રાવત કાશ્મીર ખીણમાં નેશનલ રાઈફલ્સમાં બ્રિગેડિયર અને બાદમાં ઈન્ફન્ટ્રી ડિવિઝનમાં મેજર જનરલ તરીરે આદેશ આપ્યો હતો.સાઉથ કમાન્ડની કમાન સંભાળી હતી.
– તેમણે પાકિસ્તાન તેમજ વાયુસેના અને નૌકાદળ સાથે પશ્ચિમી સરહદ પર મેકનાઈજેડ -વોરફેરનું સંકલન કર્યું હતું
-બિપિન રાવતે ચીનની સરહદ પર કર્નલ તરીકે ઈન્ફન્ટ્રી બટાલિયનની કમાન પણ સંભાળી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW