HomeGujaratદુષ્કર્મીઓની હવે ખેર નથી, સુરત સેશન્સ કોર્ટનો ફાંસીનો ચૂકાદો દરિંદાઓ માટે કડક...

દુષ્કર્મીઓની હવે ખેર નથી, સુરત સેશન્સ કોર્ટનો ફાંસીનો ચૂકાદો દરિંદાઓ માટે કડક સંદેશ 

ગાંધીનગર,મંગળવાર

  સુરતના વડોદમાંથી 4 નવેમ્બરે દિવાળીની રાત્રે શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની માસૂમ બાળા ગૂમ થઈ હતી અને બાદમાં ઝાડી ઝાંખરીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો અને બાળા ઉપર દુષ્કર્મ આચર્યા બાદ સૃષ્ટિ વિરૂદ્વનું કૃત્ય આચરીને ગળું દબાવીને ક્રૂરતાથી હત્યા કરી નાખવામાં આવી હતી. આ કેસનો પર્દાફાશ કરવા માટે 100 પોલીસ જવાનો કામે લાગ્યા હતા. સીસીટીવીના આધારે આખરે પોલીસ આરોપી સુધી પહોંચી હતી અને ગુડ્ડ યાદવની ધરપકડ કરી હતી. મૂળ બિહારનો આરોપી પોતે પરિણીત હોવા ઉપરાંત બે સંતાનનો પિતા હતો. પોલીસ તપાસમાં આરોપીનો મોબાઈલમાંથી 150 જેટલા પોર્ન વીડિયો મળી આવ્યા હતા. આરોપી સેક્સ મેનિયાક હોવાનું બહાર આવ્યું હતું અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે પોલીસે 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટે માત્ર 29 દિવસમાં આ કેસનો ચૂકાદો સંભળાવ્યો હતો અને આરોપીને ફાંસીની સજાનો હૂકમ કર્યો હતો. રીઢા આરોપીના ચહેરા ઉપર ફાંસીનું નામ સાંભળ્યા પછી પણ કોઈ ડર જાેવા મળ્યો નહોતો. માસૂમ બાળાઓ ઉપર બર્બરતાપૂર્વક હેવાનિયત આચરતા દરિંદાઓ સામે હવે કોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે અને દાખલારૂપ સજા થાય અને આરોપીઓને બચવાની કોઈ તક ન મળે તે દિશામાં કાનૂની કાર્યવાહી ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલી રહી છે.

  ગુજરાતમાં મહિલાઓ અને માસૂમ બાળાઓ ઉપર અપરાધ ઓછા થાય તે માટે હવે કાનૂની કાર્યવાહીમાં ઝડપ આવી રહી છે તે આનંદની વાત છે. સુરત પહેલાં અગાઉ ગાંધીનગરના સાંતેજમાં પણ ત્રણ ત્રણ બાળાઓ ઉપર દુષ્કર્મ આચનારા આરોપીને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી અને આ કેસનો માત્ર ૧૪ દિવસમાં ચૂકાદો આવ્યો હતો. માસૂમ બાળાઓની જિંદગી દોઝખ બનાવનારા દરિંદાઓ સામે હવે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે તે અપરાધીઓ માટે યથાયોગ્ય છે. સુરતના વડોદની માત્ર અઢી વર્ષની બાળા કે હજુ તેણે દુનિયા જાેઈ નહોતી અને પોતાની સાથે શું થશે તેની કલ્પના સુદ્વા પણ કરી નહોતી. હસતી ખેલતી અને રમતી બાળાને દિવાળીના દિવસે ગુડ્ડ યાદવ નામનો સેક્સ મેનિયાક ઉઠાવી ગયો હતો અને ઝારી ઝાંખરીમાં લઈ જઈને પોતાની હવસ સંતોષી હતી અને પછી નિર્દયતાથી ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી.

  જ્યારે આ માસૂમ બાળાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ડોક્ટરો પણ દ્રવી ઊઠ્‌યા હતા. નરાધમે એટલી બર્બરતા આચરી હતી કે, બાળાના આંતરડા પણ યોનિમાર્ગમાંથી બહાર આવી ગયા હતા. ભલભલા પત્થર દિલ ઈન્સાનના રૂવાડા અધ્ધર થઈ જાય તેટલી ક્રૂરતાથી આરોપીઓ કરતૂત કરી હતી. પોતે બે સંતાનનો પિતા હોવા છતાં પણ આરોપીઓ પોર્ન વીડિયો જાેઈને ભાન ભૂલીને માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું. હવે જ્યારે આ આરોપીને પોતાની કરતૂતની આકરામાં આકરી સજા મળી છે તે સમાજમાં દાખલો બેસાડવા માટે પૂરતી છે. બીજાે કોઈ સેક્સ મેનિયાક આવું કૃત્ય ન કરે અને ફરી કોઈ સમાજની દીકરી સાથે આવી ઘટના ન બને તે માટે કોર્ટે ચૂકાદો આપવામાં જે ઝડપ બતાવી છે તે કાબિલે તારીફ છે. હવે કોઈ નરાધમ બચી શક્શે નહી તે પૂરવાર થઈ રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW