મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા નજીકથી મોરબી SOG ટીમે ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે SOG ટીમે મધુરમ ક્લિનિક સામે રોડ પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન દિપેશભાઈ ઉર્ફે સલીમભાઈ ગૌતમભાઈ રાઠોડ મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂ.5 હજારની કિંમતનો એક દેશી તમંચો કબજે કર્યો હતો. આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ કાર્યવાહી માટે તેને મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે.

