HomeNationalનાગાલેન્ડમાં સામસામે ફાયરિંગ, 13નાં મોત સૈન્યના વાહન સળગાવાયા

નાગાલેન્ડમાં સામસામે ફાયરિંગ, 13નાં મોત સૈન્યના વાહન સળગાવાયા

ભારતના પૂર્વોત્તર રાજ્ય એવા નાગાલેન્ડમાં ફાયરિંગની ધટના બની છે. જેમાં 13 નાગરિકોનાં મોત થયાના વાવડ મળી રહ્યા છે. મૃતકોનો આંકડો હજી પણ વધી શકે છે એવી પૂરી શક્યતા છે.. ફાયરિંગની ઘટના બાદ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ અચાનક સૈન્યના વાહનોને આગ ચાંપી હતી. આ સમગ્ર ઘટના નાગાલેન્ડના મોન જિલ્લાના ઓટિંગ ગામની છે. આ લોકો ઉગ્રવાદી સંગઠન NSCN સાથે જોડાયેલા હોવાની આશંકા છે. જેના કારણે એક ટૂકડી સામે સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં આ લોકોનાં મોત થયા હતા.

ફાયરિંગની ઘટના બાદ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ સેનાના વાહનોને આગ ચાંપી હતી

આ ઘટના બાદ આખા વિસ્તારમાં હિંસા ફેલાઈ ગઈ હતી. મોડી રાત્રે આ સમગ્ર ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. સુરક્ષા દળો અને સ્થાનિક લોકો વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયો રિયોએ આ મામલે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. આ સંબંધી એક ટ્વિટ પણ તેમણે કરીને લોકોને શાંતિ રાખવા માટે હાથ જોડ્યા છે.

આ ઘટનાની તપાસ માટે તેમણે SITની પણ રચના કરી છે. નાગરિકોની હત્યા પર દુ:ખ વ્યક્ત કરતાં ઘટનાની નિંદા કરી છે. તેમણે મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઇજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતું એક ટ્વિટ કરીને કહ્યું કે ઓટિંગની દૂર્ભાગ્યપૂર્ણ ઘટનાથી ખૂબ જ દુ:ખી છું. નાગાલેન્ડની આ ઘટનામાં જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમના પરિવાર પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરુ છું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW