મોરબી જિલ્લા પોલીસે વિદેશી દારૂના નાશની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ, બી ડિવિઝન, મોરબી તાલુકા અને ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં જપ્ત કરાયેલ વિદેશી દારૂનો કોર્ટના આદેશ બાદ નાશ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી આજરોજ જાંબુડિયા વાડી ખાતે એસ.ડી.એમ., ડીવાયએસપી, નશાબંધી અધિકારી અને અન્ય અધિકારીઓની હાજરીમાં સરકારી પંચો સાથે વિડિયોગ્રાફી કરીને રોડ રોલર ફેરવી કરવામાં આવી હતી. પોલીસે કુલ 90,953 દારૂની બોટલો, અંદાજે રૂ. 4.25 કરોડના મુદ્દામાલનો નાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

