એક તરફ દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચુકી છે ત્યારે શનિવારે સારા સમાચાર પણ આવ્યાં છે. દેશમાં એક જ દિવસમાં 1 કરોડ લોકોને રસીનો ડોઝ આપીને દેશે વધુ એક સિદ્ધિ મેળવી હતી. તો હિમાચલ પ્રદેશે સંપૂર્ણ વેક્સિનેટ સીટી તરીકે જાહેર કરાયું છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં કોરોના વેક્સિનેશનનો આંકડો 127 કરોડને પાસ પહોંચ્યો છે. શનિવારે સાંજના સાત વાગ્યા સુધીમાં કોરાનાની રસીના 93 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યાં છે.
India achieves another 1⃣0⃣,0⃣0⃣0⃣,0⃣0⃣0⃣ #COVID19 vaccinations today!
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 4, 2021
With the #HarGharDastak campaign in full swing, the world's #LargestVaccinationDrive is touching new heights & accomplishing new feats under PM @NarendraModi ji's leadership. pic.twitter.com/eWuyI7evV9
હિમાચલ પ્રદેશે એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે. દેશનું સંપૂર્ણ વેક્સિનેશન વાળુ પહેલું રાજ્ય બન્યું છે. ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટના અત્યારસુધીમાં કુલ ચાર કેસો નોંધાયા છે. જેમાં સૌથી પહેલા બે કેસો કર્ણાટકમાંથી નોંધાયા બાદ ગુજરાતમાં જામનગરમાં રાજ્યનો પહેલો ઓમિક્રોનનોકેસ અને હવે મુંબઈમાંથી ઓમિક્રોનનો ચોથો કેસ મળી આવ્યો છે.

