HomeGujarat6 ડિસેમ્બરે યોજાનારી LRD - PSIની શારીરિક પરીક્ષા આ જિલ્લાઓમાં મોકૂફ

6 ડિસેમ્બરે યોજાનારી LRD – PSIની શારીરિક પરીક્ષા આ જિલ્લાઓમાં મોકૂફ

સુરત,રવિવાર

   સરકાર દ્વારા પોલીસ ભરતીની જાહેરાત બાદ ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં 9 લાખ 32 હજાર ઉમેદવારો LRD શારીરિક પરીક્ષા આપવાના છે. જવાદ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો, કેટલાક સ્થળે વરસાદનો પણ માહોલ જોવા મળ્યો છે ત્યારે PSI-LRD ભરતી પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

   LRD ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કર્યું કે કમોસમી વરસાદ પછી વાદળછાયા વાતાવરણને કારણે મેદાન દોડવા યોગ્ય ન થતાં આવતીકાલ તારીખ 6/12/21 ના રોજ એસઆરપી ગૃપ વાવ., સુરત ખાતે પોલીસ ભરતીની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. રાજ્યમાં અન્ય 14 જગ્યાએ શારીરિક કસોટી લેવામાં આવશે. અગાઉ માત્ર બે-ત્રણ જગ્યાએ જ આ પરીક્ષા મોકૂફ રાખવાની વાત હતી.પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ વાતાવરણ અનુકૂળ ના હોય,વિભાગે રાજ્યના 6 મેદાનમાં શારીરિક કસોટી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW