HomeNational1971ના યુદ્ધમાં ઓપરેશન ત્રિશુલ,પાયથન: ઇન્ડિયન નેવીની શોર્ય અને સાહસની રોચક કહાની

1971ના યુદ્ધમાં ઓપરેશન ત્રિશુલ,પાયથન: ઇન્ડિયન નેવીની શોર્ય અને સાહસની રોચક કહાની

ભારત પાકિસ્તાનના 1971ની શોર્ય અને શહાદત કહાની ભાગ -2

ભારત અને પાકિસ્તાનન યુદ્ધનો પ્રારંભ કેવી રીતે થયો ક્યાં ક્યાં પરિબળો તેના માટે જવાબદાર હતા અને કઈ પરિસ્થિતિમાં યુદ્ધ શરૂ થયું તેના વિશે આપણે જાણ્યુ આજે આપણે ભારતની ત્રણેય સેના પૈકીની એક એવી ઇન્ડિયન નેવી વિશે જાણીશું શા માટે 4 ડિસેમ્બરને નેવી ડે તરીકે ઉજવવામાં આવે છે તેના વિશે અને આ યુદ્ધમાં નેવીની શુ ભૂમિકા હતી તે વિશે જોઈશું

પાકિસ્તાનની એરફોર્સ દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ ડિસેમ્બરની હાડથીજવતી ઠંડીમાં ઇન્ડિયન નેવીએ 4 ડિસેમ્બરની મધ્ય રાત્રિના કરાચી બંદર પર આક્રમણ કર્યું હતું ઇન્ડિયન નેવી એ આ ઓપરેશનનું નામ ટ્રી-ડેન્ટ આપ્યું જેનો અર્થ થાય છે કે ત્રિશુલ  પાકિસ્તાનની ઓપરેશન ચંગીઝખાન લોન્ચ કરીને ભારતમાં યુદ્ધવિમાનો નીકળ્યા એ પળે જ યુદ્ધનો પ્રારંભ થઇ ગયો હતો.પાકિસ્તાનમાં ભારતની વાયુસેનાએ એરસ્ટ્રાઈક શરૂ કરી હતી બીજી તરફ ભૂમિદળે સરહદની રખેવાળી કરી હતી. વધુ આવા સમયે ત્રીજા મોરચે અને નેવીએ પણ કમાન સંભાળી હતી. પાકિસ્તાનની નબળી કડી એવા પાકિસ્તાની નેવી પર ભારતે સૌથી પહેલો ઘા કર્યો હતો.

વેસ્ટર્ન નેવલ કમાન્ડ વાઇસ એડમિરલ વેસ્ટન કોહલીના નેતૃત્વમાં મિશન લોન્ચ થયું હતું. કરાચી બંદરમાં તૈનાત પાકિસ્તાન ના યુદ્ધ જહાજો કરાવી દેવા ભારતીય મિશન નો પ્રારંભ કર્યો દક્ષિણ એશિયામાં પ્રથમ વખત આ ઓપરેશનમાં એન્ટિશિપ મિશાઇલનો ઉપયોગ થયો હતો. ભારતીયતા ઓપરેશન વખતે રશિયન બનાવટની બોટની મદદથી પાકિસ્તાનને મોટો ફટકો માર્યો હતો

 એક યુદ્ધજહાજ ખેબર અને એક શિપ મુહાફીઝને ઉડાવી દેવાઈ હતી. બળતણની ટાંકીઓમાં વિસ્ફોટ કર્યો જેના કારણે પાકિસ્તાનનું બધું રિઝર્વ બળતણ નાશ પામ્યુ હતું.શાહજહાં નામના યુદ્ધ જહાજને તો એટલું નુકશાન કર્યું કે યુદ્ધમાં ભાગ લેવા જેવુ પણ રહ્યું ન હતું.કરાચી બંદરે તૈનાત પાકિસ્તાન નેવીના  700થી વધુ નાવિકો મોતને ભેટયા હતા.બીજી તરફ ભારતને કોઈ પણ પ્રકારનું નુકશાન થયું ન હતું.યુદ્ધના બીજા જ દિવસે પાકિસ્તાન નેવીની કમર ભારતની નેવીએ તોડી નાખી હતી.

ભારતના આ હુમલાથી પાકિસ્તાન નેવી રઘવાયું બન્યું અને હંગોર સબમરીન મેદાનમાં ઉતારી હતી.હંગોર દિવના દરિયામાં હોવાના મેસેજ મળતા ભારતની નેવીએ સિગ્નલ મેળવ્યા હતા અને ભારતે આ માટે ફ્રીગેડ ખુકરીને મેદાનમાં ઉતારી હતી જોકે પાકિસ્તાન જાણે આ અગાઉથી તેને નિશાન બનાવની બેઠું હોવાથી ભારતની ખુકરી હુમલો કરે તે પહેલાં હંગોરે નિશાન સાધી દેતા કુખરીએ 192 જવાન સાથે જળ સમાધિ લઈ લીધી આ સબમરીનમાં 192 નાવિકો અને અધિકારીઓએ શહિદી વ્હોરી હતી.

ઇન્ડિયન નેવીએ બદલો લેવાના નિર્ધાર સાથે 8 અને 9 ડીસેમ્બરના ઓપરેશન પાયથોન લોન્ચ કર્યું ફરી એક વખત  તેમનું ટાર્ગેટ કરાચી બંદર જ હતું.બે ફ્રીગેડ અને એક મિસાઈલ બોટ સાથે લોન્ચ થયેલા એ મિશને પાકિસ્તાનની નેવીને મોટો ફટકો માર્યો હતો.સામે ભારતની નેવીના બે ફ્રીગેડ અને મિસાઈલ બોટ શકુશળ પરત ફર્યા હતા.આ ઓપરેશનમાં ભારતને તો કોઈ નુકસાન ન થયું પણ પાકિસ્તાને એક ફિલ્ટ ટેન્કર, ઓઇલ સ્ટોરેજ કેપેસિટી, ત્રણ કોમર્શિયલ શિપ, બે વિદેશી શિપ,સંપૂર્ણ પણે ગુમાવી દીધા હતા.પાકિસ્તાનના કોમર્શિયલ પાઈલટને એરફોર્સમાં કામ ચલાઉ ડ્યુટી આપી પણ તેમને પોતાના જ યુદ્ધ જહાજ જુલ્ફીકાર પર હૂમલો કર્યો જેના કારણે બાકી રહેલી કસર આ હુમલાએ કરી દીધા કરાચી બંદર કાટમાળમાં ફેરવાઈ ગયું હતું.

બીજી તરફ પૂર્વના મોરચે એન.કે કૃષ્ણને પાકિસ્તાનની નેવીને બાંધી રાખી બંગાળની ખાડી પર ભારતીય નેવીએ એવો પહેરો લગાવ્યો કે પૂર્વ પાકિસ્તાનમાં તૈનાત પાકિસ્તાની નેવીને નજરકેદ કરી લીધી બીજી તરફ વિક્રાંતે એ મોરચે હાહાકાર મચાવ્યો હતો.પાકિસ્તાને શરૂથી જ વિક્રાંતને નિશાન બનાવવાનું કાવતરું ઘડ્યું હતું.જેના માટે તેને ગાઝી સબમરીન મોકલી હતી.અમેરિકા પાસેથી લિઝ પર મેળવેલી આ સબમરીન ખૂબ જ ઘાતક માનવામાં આવતી હતી.ભારતીય નેવીએ આ ગાઝીને ફસાવવા એક ચક્રવ્યૂ ઘડ્યું હતું .જે મુજબ બીજા એક જહાજ રાજપૂતને તૈનાત કર્યું હતું. આ જહાજને વિક્રાંત છે તેવો મેસેજ પાસ કરાવ્યો પાકિસ્તાનની નેવી આ મેસેજ સાચો સમજી રાજપૂત તરફ આગળ વધી હતી બીજી તરફ અગાઉથી સજ્જ મૂળ બ્રિટનના આ યુદ્ધ જહાજે પોતાનું કામ સારી રીતે પાર પાડ્યું વિશાખાપટનમ પાસે જેવી ગાઝી બહાર નીકળી કે તુરત રાજપૂતમાંથી ઘાતક વિસ્ફોટ થયા અને ગાઝીનો કચ્ચરઘાણ નીકળી ગયોઅને તેમાં સવાર 100 પાકિસ્તાની જવાન માર્યા ગયા હતા. આ ઘટના બાદ પાકિસ્તાન નેવીનું મનોબળ પૂરેપૂરું તૂટી ગયું 

1971ના યુદ્ધમાં પાકિસ્તાની નેવીની હાલત એવી કફોડી બની હતી 90ના દાયકા સુધી બેઠી ન થઈ શકી આ યુદ્ધમાં પાકિસ્તાની નેવીના સાત ગન બોટ,એક નાનું યુદ્ધ જહાજ,એક સબમરીન બે યુદ્ધજહાજો, ત્રણ પેટ્રોલિંગ બોટ,18 કાર્ગો શિપ,ત્રણ મર્ચન્ટ નેવી શીપનો ખાત્મો બોલી ગયો હતો જયારે 10 નાની બોટ પકડી લેવાઈ હતી. ભારતના વિવિધ ઓપરેશનથી પાકિસ્તાની નેવીના અડધાથી વધૂ નો સૈનિક સાફ થઈ ગયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW