પશ્ચિમ બંગાળના કલકતાથી ૭૦ કિમી દુર સિંગુર નજીક આવેલા નદાન માં રહેતા અને મીલના ધંધામાં જોડાયેલ કચ્છી પાટીદાર પરિવારના 4 સભ્યોને માથાના ભાગે હથોડીના ઘા ઝીકી હત્યા કરી દેવાઈ હતી જેના પગલે પશ્ચિમ બંગાળમાં વસતા પાટીદાર સમાજમાં સન્નાટો છવાઈ ગયો હતો. આ ઘટનામાં ચોકાઉનારી હકીકત સામે આવતા લોકો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા કારણે કે આ પરિવારનો હત્યારો બીજો કોઈ નહિ પણ ખુદ ભત્રીજો જ નીકળ્યો હતો મિલના ધંધામાં ભાગન આપતા યોગેશ ભાવાણી નામના શખ્સે તેના ફુઆ માવજી હંસરાજ દીવાણી(ઉ,વ 75) તેમના પુત્ર દિનેશ માવજીભાઈ દીવાણી (ઉ.વ.50 ) પુત્રવધુ અનસુયા દિનેશભાઈ તેમજ પૌત્ર ભાવિક દિનેશભાઈ દીવાણી(ઉ.વ.23)ને તેમના જ ઘરમાં ઢીમ ઢાળી દીધા હતા.
આરોપી યોગેશ ભવાણી આજે વહેલી સવારે 5 :30 કલાકે માંવજીભાઈના ઘરે આવ્યો હતો. ઘટના સમયે માવજીભાઈ છત પર પૂજા કરતા હતા ત્યારે તેણે માથા પર હથોડીનો ઘા ઝીકી દીધો હતો બાદના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. વહેલી સવારે અનસુયાબેને દરવાજો ખોલ્યો હતો અનસુયા બેનને જોતા જ યોગેશે હથોડી મારી હત્યા કરી દીધી હતી. બાદમાં નિંદ્રાધીન દિનેશભાઈ અને ભાવિકને પણ હથોડો મારી દીધો હતો બનાવ બાદ ગંભીર હાલતમાં માવજીભાઈ અને ભાવિનને કલકતા ખસેડવામાં આવ્યા હતા જોકે તેઓને સારવાર મળે તે પહેલા તેમનું મોત થતા એક સાથે ૪ લોકોનો લોથ ઢળી ગયો હતો.
બનાવ પાછળ પ્રાથમિક તપાસમાં મિલના ધંધામાં ફુઆએ ભત્રીજાને ભાગ ન આપતા આરોપીએ પિત્તો ગુમાવ્યો હતો અને સમ્રગ ઘટનાને અંજામ આપ્યો હતો બનાવને પગલે સ્થાનિક પોલીસ દ્વાર તપાસ હાથ ધરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.હત્યાકાંડ બાદ આરોપી યોગેશ ભાવાણી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
વહેલી સવારનાઅ અચાનક માવજીભાઈના ઘરમાં રાડારાડ સાંભળી આસપાસ વિસ્તારના લોકો દોડી આવ્યા હતા.અને ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોચાડવા મદદ કરી હતી .
મૂળ કચ્છમાં વિરાણી મોટીના માવજી હંસરાજ દિવાણી છેલ્લા 20 વર્ષથી નદાન ગામે ઉમિયા ટિમ્બરના નામે સો મીલ ચલાવે છે. પોતાની પત્નીના ભત્રીજા એવા ઘડુલીના યોગેશ અને તેના બીજા બે ભાઇઓને માવજીભાઇએ આશરો આપતા છેલ્લા 8-10 વર્ષથી આ ત્રણ જણ તેમની પાસે જ કામ કરતા હતા અને તેમના મકાનની નીચે જ રહેતા હતા