HomeGujaratપ્રેમી સાથે રહેતી પત્નીએ પતિને એમપીથી બોલાવ્યો અને માતાને સાથે રાખી ગળું...

પ્રેમી સાથે રહેતી પત્નીએ પતિને એમપીથી બોલાવ્યો અને માતાને સાથે રાખી ગળું દબાવી હત્યા કરી લાશ સળગાવી દીધી

વાંકાનેરના ઢુવા માટેલ રોડ પરના રેસી સિરામિક ફેક્ટરી નજીકથી 10 દિવસ પહેલા એક અજાણ્યા યુવકના હાથ બાંધેલી હાલતમાં અડધી સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી જે અંગે જાણ થતા પોલીસ સ્થળ પર પહોચી મૃતદેહ મેળવી ફોરેન્સિક પીએમ માટે મોકલી આપ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. જે સ્થિતિમાં લાશ મળી હતી તે મુજબ હત્યાની શક્યતા શેવાઈ રહી હતી જેથી રેન્જ આઈજી અને એસપીની સુચનાથી એલસીબી તેમજ વાંકાનેર તાલુકા પોલીસ ની અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી દરમિયાન એલસીબીની ટીમ દ્વારા લાશ મળી હતી તે દિવસ ઉપરાંત બે થી ત્રણ દિવસના સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવતા બે મહિલા અને એક બાઈકમાં આવેલા પુરુષની હરકત શંકાસ્પદ જણાતા તેની તપાસ કરતા ધીમે ધીમે કેસને લગતી કડીઓ જોડાવવા લાગી હતી સીસીટીવી માં દેખાયેલા આ ત્રણેયની શોધખોળ હાથ ધરતા એક મહિલા અને પુરુષ ઢુવા નજીક બોન્ઝો સિરામિક માં રહેતા હોવાનું સામે આવતા અંતે બન્નેને એલસીબી કચેરી લાવી પોલીસે આગવી ઢબે પૂછ પરછ કરતા સમગ્ર કેસ ઉકેલાયો હતો
મૃતકનું નામ છગનભાઈ પાંચિયાભાઈ નીનામાં મૂળ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યું હતું અને આ છગનભાઈનું ગળું દબાવી હત્યા કરી લાશ સગવગે કરવામાં ખુદમૃતક પત્ની સુમન છગનભાઈ નીનામાં અને તેની સાસુ દેવલીબાઈ ગંગારામ પોલું સંડોવાયેલી હોવાનું ખુલ્યું હતું જયારે જે પુરુષનું નામ પવનલાલ ભંવરલાલ નીનામા હતો જે સુમનનો પ્રેમી હોવાનું સામે આવ્યું હતું
હત્યા પાછળનું કારણ છગનભાઈ અને સુમન વચ્ચે મન મેળ ન હોવાથી તે પ્રેમી પવન સાથે અગાઉ મોરબી રહેવા આવી ગઈ હતી પણ તાજેતરમાં ફેકટરીઓ બંધ થતા ફરી પતિ પાસે તેના વતન જતી રહી હતી અને ત્યાં પણ મૃતક છગન પત્ની સુમન અને સાસુ દેવલીબાઈ સાથે ફોન પર ઝઘડો કરતો હોવાથી આ ઘટના અંગે સુમને તેના પ્રેમી પવનલાલને કરતા તેઓએ તેનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું હતું અને તેના માટે એન કેન રીતે ઢુવા ખાતે લાવવાનું કાવતરું રચાયું હતું જેમાં સુમનની માતા દેવલીબાઈ પણ જોડાઈ હતી અંતે પ્લાન મુજબ ગત 26 ના તેને ઢુવા લાવવામાં આવ્યો અને પ્લાન મુજબ પ્લાસ્ટિક દોરી થી ગળું દબાવી હત્યા કરી લાશ સળગાવી પુરાવા નો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW