બાંગ્લાદેશ,ગુરુવાર
બાંગ્લાદેશની નાગરિક ઉડ્ડયન સત્તાધિકારીએ બુધવારે રાત્રે જાહેરાત કરી કે ઢાકાના હઝરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (HSIA) પર મુસાફરો, તેમના સામાન અને વિમાનની સંપૂર્ણ શોધ કર્યા પછી પ્લેનમાં બોમ્બ હોવાના સમાચાર ‘પાયાવિહોણા’ હોવાનું બહાર આવ્યું છે. ‘ HSIAના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ગ્રુપ કેપ્ટન એએચએમ તૌહીદ-ઉલ અહસને વ્યાપક સુરક્ષા સર્ચ પૂર્ણ કર્યા પછી મધ્યરાત્રિ પછી એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે: “મલેશિયાથી ફોન પર અમને મળેલી માહિતી પાયાવિહોણી હોવાનું બહાર આવ્યું છે. કશું મળ્યું નથી.’
તેમણે કહ્યું કે આર્મી કમાન્ડો, એરફોર્સના બોમ્બ ડિસ્પોઝલ યુનિટ્સ, સ્પેશિયલાઇઝ્ડ એન્ટી ક્રાઇમ રેપિડ એક્શન બટાલિયન (આરએબી) અને વિવિધ ગુપ્તચર એજન્સીઓ અને અગ્નિશામકોને ‘અમારી એસઓપી’ અથવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (મલેશિયા પ્લેન) મુજબ બોલાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.એહસાને ફોન કરનારની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ કહ્યું હતું કે RABને કોલ મળ્યો હતો.
મલેશિયાના અધિકારીઓએ શું કહ્યું ?
મલેશિયાના અધિકારીઓ સાથેની વાટાઘાટો અને ગુપ્તચર અહેવાલોએ પણ સૂચવ્યું હતું કે પ્લેનમાં આવો કોઈ ખતરો નથી. તેમણે કહ્યું કે SOPનું પાલન કરવા માટે એરક્રાફ્ટની કેબિન, મુસાફરો અને તેમના સામાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી કારણ કે તે બધા માટે સલામતીની બાબત છે. એરપોર્ટ અધિકારીના જણાવ્યા અનુસાર, વિમાનમાં 135 મુસાફરો હતા, જેમાં 134 બાંગ્લાદેશી અને એક મલેશિયન નાગરિકનો સમાવેશ થાય છે.
વિમાન રાત્રે ઈમરજન્સીમાં લેન્ડ થયું હતું
બુધવારે રાત્રે લગભગ 9.40 વાગ્યે એરક્રાફ્ટનું HSIA ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, જેના પગલે કમાન્ડો અને સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સને એલર્ટ પર રાખવામાં આવી હતી. એરપોર્ટ અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે મુસાફરોને પછીથી સંપૂર્ણ સુરક્ષા તપાસ બાદ નીચે ઉતારવામાં આવ્યા હતા, જ્યારે વિમાનને સામાન અને કેબિન તપાસ માટે ટર્મિનલ વિસ્તારથી દૂર સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યું હતું.

