HomeNationalNew Omicron Varient : 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ નહીં થાય,ઓમિક્રોનના જોખમને...

New Omicron Varient : 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ નહીં થાય,ઓમિક્રોનના જોખમને કારણે નિર્ણય

નવી દિલ્હી,બુધવાર

   વિશ્વભરમાં નવા કોરોનાના વેરિયન્ટને લઈને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. વેરિઅન્ટ્સના જોખમને ધ્યાનમાં રાખીને ભારતે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરીથી શરૂ કરવાની યોજના હાલ પુરતી મોકૂફ રાખી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ બુધવારે ભારતમાંથી સુનિશ્ચિત કોમર્શિયલ ઈન્ટરનેશનલ પેસેન્જર એરલાઈન સેવાઓ ફરી શરૂ કરવામાં વિલંબની જાહેરાત કરી.

   ડીજીસીએએ કહ્યું કે તેણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે તે તેના નિર્ણયને યોગ્ય સમયે જણાવશે. ગયા મહિનાના અંતમાં એક બેઠકમાં કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે 15 ડિસેમ્બરથી કોમર્શિયલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ફરી શરૂ થશે. 20 મહિનાથી વધુના લાંબા અંતરાલ પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

સરકારની ફરીથી વિચારણા
   અગાઉ ગયા રવિવારે યોજાયેલી સમીક્ષા બેઠક બાદ 15 ડિસેમ્બરથી કોમર્શિયલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ફરી શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો, જ્યારે ઓમિક્રોનના ઉદભવના અહેવાલોને પગલે સરકારે હવે ફરીથી વ્યૂહરચનાની સમીક્ષા કરી હતી.મહત્વનું છે તે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે કોરોનાને કારણે ગયા વર્ષે 23 માર્ચથી ભારતમાં અને ત્યાંથી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર સેવાઓનું સંચાલન સ્થગિત કરી દીધું હતું. જે બાદ સરકારે ફરીથી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઈટ સેવા શરુ કરવાની વાત કરી હતી. જો કે હવે ફરીથી સરકાર આ અંગે સમય અને સંજોગો પ્રમાણે નિર્ણય લેશે.

પરિસ્થિતિ પર નજર : DGCA
   ડીજીસીએના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે વેરિએન્ટ ઓફ કન્સર્નના ઉદભવ અને વિકાસને ધ્યાનમાં રાખીને તમામ હિતધારકો સાથે ચર્ચા કરીને વ્યાપારી આંતરરાષ્ટ્રીય પેસેન્જર સેવાઓ ફરી શરૂ કરવા માટે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. સરકાર વર્તમાન મહામારીની પરિસ્થિતિ વચ્ચે સલામત સ્થિતિ જોશે તે સમયે વ્યાપારી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરીથી શરૂ કરવા અંગેનો નિર્ણય લેશે.મહત્વનું છે તે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે કોરોનાને કારણે ગયા વર્ષે 23 માર્ચથી ભારતમાં અને ત્યાંથી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર સેવાઓનું સંચાલન સ્થગિત કરી દીધું હતું. જે બાદ સરકારે ફરીથી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઈટ સેવા શરુ કરવાની વાત કરી હતી. જો કે હવે ફરીથી સરકાર આ અંગે સમય અને સંજોગો પ્રમાણે નિર્ણય લેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW