HomeNationalહવે ટ્રેનોમાં મળશે ડિસ્પોઝેબલ ચાદર અને તકીયો, ચુકવવા પડશે અલગથી રૂપિયા

હવે ટ્રેનોમાં મળશે ડિસ્પોઝેબલ ચાદર અને તકીયો, ચુકવવા પડશે અલગથી રૂપિયા

કોરોના મહામારીના કારણે ટ્રેનોમાં બેડશીટ અને ઓઢવાની ચાદર આપવાની સુવિધા બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ ઠંડીના કારણે દિલ્હી સહીત ઘણા રેલમંડળોએ સ્ટેશનોમમાં ડિસ્પોઝેબલ બેડશીટ, ચાદર આપવા માટે નિર્ણય લીધો છે. ડિસ્પોઝેબલ બેડરોલ માટે મુસાફરોએ અલગથી પૈસાની ચુકવણી કરવાની રહેશે. કોરોના પહેલા એસી કોચ તથા રાજધાની જેવી ટ્રેનોમાં મુસાફરી દરમયાન નિઃશુલ્ક ચાદર, બેડશીટ અને તકીયાની સુવિધા આપી રહી હતી. પરંતુ દેશમાં કોરોના સંક્રમણ વધતાની સાથે જ આ સુવિધા બંધ કરી દેવામાં આવી હતી. ઠંડીની ઋતુમાં ટ્રેનોમાં બેડરોલ કીટની માંગમાં વધારો થવા લાગ્યો છે. જો હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે અને ભારતીય રેલ પણ પાટા ઉપર પરત ફરી રહી છે. અત્યારસુધી ભારતીય રેલવેએ પહેલાની જેમ ટ્રેનોમાં ફ્રી બેડરોલની સુવિધા શરૂ કરી ન હતી.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

ફ્રી બેડરોલની સુવિધા ક્યારથી શરૂ કરવામાં આવશે તે કહેવામાં આવ્યું નથી. પરંતુ ત્યાં સુધી રેલવેએ મુસાફરોને ડિસ્પોઝેબલ ચાદર, બેડશીટ વિગેરે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. ડિસ્પોઝેબલ ટ્રાવેલ બેડરોલ કીટ માટે મુસાફરોને અલગથી રૂપિયા ચુકવવાના રહેશે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક ડિસ્પોઝેબલ બેડરોલ કીટની કિંમત 300 રૂપિયા છે.
એસી કોચમાં મુસાફરી કરનારા યાત્રિકો માટે સ્ટેશન ઉપર ડિસ્પોઝેબલ ટ્રાવેલ બેડરોલની સુવિધા દેવામાં આવી રહી છે.

દિલ્હી મંડળે પણ પોતાને ત્યાંથી ચાલનારી પાંચ ડઝન જેટલી ટ્રેનોમાં ડિસ્પોઝેબલ બેડરોલ ઉપલબ્ધ કરાવીને સુવિધા શરૂ કરી છે અને આ સુવિધા માટે મુસાફરોએ 300 રૂપિયા ચુકવવા પડશે. રેલવેના અલગ અલગ ઝોનમાં ડિસ્પોઝેબલ બેડરોલ કિટની કિંમત અને તેમાં મળનારો સામાન અલગ અલગ છે. ઘણી કીટમાં ટુથપેસ્ટ અને સેનિટાઈઝર આપવામાં આવ્યું છે તો કેટલીક કીટમાં માત્ર બેડશીટ, તકીયો અને ચાદર દેવામાં આવી રહી છે.

ટ્રેનમાં ત્રણ પ્રકારની ડિસ્પોઝેબલ બેડરોલ કીટ ઉપલબ્ધ થશે. એક કીટમમાં નોન વોવન બેડશીટ, ચાદર અને તકીયા અને તેના કવર, ડિસ્પોઝેબલ બેગ, ટુથપેસ્ટ, ટુથબ્રશ, હેર ઓઈલ, સેનિટાઈઝર પાઉચ, પેપરસોપ, ટિશ્યુ પેપર અને કાંસકો મળશે. આ કીટની કિંમત 300 રૂપિયા રાખવામાં આવી છે. એક કીટમાં માત્ર ચાદર જ મળશે જેની કિંમત 150 રૂપિયા છે. અને ત્રીજી કીટની કિંમત માત્ર 30 રૂપિયા છે તે કીટમાં ટુથ પેસ્ટ, ટુથબ્રશ, હેર ઓઈલ, કાંસકો, સેનિટાઈઝર પાઉચ, પેપર શોપ અને ટિશ્યુ પેપર મળશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW